SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ હેમચંદ્રાચાય અડી જતાં નથી. સેલંકીઓના સધરાજ જેસંગ, માતા મીશુલ અને મહાન કુમારપાળ આજે પણ અમર છે. આ ત્રિમૂર્તિમાં લેકસંસ્કારને ઘડનારી મંગલક્તિ હતી, માટે આજે પણ એ યાદ રહી છે. પણ જેમ શિવાજી રામદાસ વિના, વિક્રમ કવિકુલગુરુ કાલિદાસ વિના અને ભેાજ ધનપાલ વિના શૂન્ય લાગે છે, તેમ સિદ્ધરાજ અને કુમારપાળ સાધુ હેમચંદ્રાચાર્ય વિના શૂન્ય લાગે છે. * જે સમયે માલવાના પડિતાએ ભીમના દરબારની સરસ્વતી-પરીક્ષા કરી, તે જ વખતથી એ અનિવાર્ય હતું કે ગુજરાતની પરાક્રમલક્ષ્મી, સંસ્કારલક્ષ્મી વિના જગલી લેાકેાની બહાદુરી જેવી અર્થહીન લાગે છે; એણે પેાતાનું સંસ્કારધન સાચવવું રહ્યું. સિદ્ધરાજ જયસિંહ હેમચંદ્રાચાર્યને મળ્યા ન હોત, તે એની પરાક્રમગાથા આજે વાલ્મીકિ વિનાની રામકથા જેવી હાત; અને ગુજરાતીઓને પતાની મહત્તા જોઈને રાચવાનું અને મહાન થવાનું આજે જે સ્વપ્ન આવે છે, તે સ્વપ્ન કદાચ ન આવત. હેમચંદ્રાચાર્ય વિના ગુજરાતી ભાષાના જન્મ કલ્પી શકાતા નથી, એમના વિના વર્ષો સુધી : * નાગરી પ્રચારિણી પત્રિકા( ભાગ ૬, અં. ૪ )માં વિદ્વ પડિત શિવદત્તના લેખ છે, તેમાં આ વસ્તુસ્થિતિ સારી રીતે મૂકી સંસ્કૃત સાહિત્ય ઔર વિક્રમાદિત્ય કે ઇતિહાસ મે” જો સ્થાન કાલિદાસ કા ઔર શ્રીહ` કે દરબાર મેં બાણભટ્ટ કા હૈ, પ્રાયઃ વહી સ્થાન ઈસા કી બારહવી શતાબ્દી મેં ચૌલુકય વશાદ્ભવ સુપ્રસિદ્ધ ગુજ રનરેન્દ્રશિરામણિ સિદ્ધરાજ જયસિંહ કે ઇતિહાસ * હેમચન્દ્રકા હૈ.'' 66 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005247
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhoomketu
PublisherGurjar Prakashan Ahmedabad
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy