________________
[૭]
ગુજરાતની પાસે એવા વિદ્વાને બહુ થડા છે કે જેમનું વિશ્વસાહિત્યમાં સ્થાન હોય. હેમચંદ્રાચાર્ય એવા વિદ્વાનમાં છે, અને તેથી એમના વ્યક્તિત્વ વડે ગુજરાત વિશ્વવ્યાપક બની રહેલ છે. શ્રી કનૈયાલાલ મુનશીએ, યોગ્ય રીતે, એમને મહાન તિર્ધર કહ્યા છે. ગુજરાતની ભાષા, ગુજરાતના સંસ્કાર, ગુજરાતની પ્રણાલિકા, ગુજરાતને વ્યવહાર-વિવેક, ગુજરાતનું સાહિત્ય, ગુજરાતનું ગુજરાતીપણું અને ગુજરાતની અપ્રાંતીય ભાવનાવૃત્તિ – એ સઘળાં ઉપર હેમચંદ્રાચાર્યે મૂકેલા વારસાની સજજડ છાપ છે એમ કહેવામાં લેશ પણ અતિશયોક્તિ નથી. હજારે ને લાખે ગુજરાતીઓને પિતાનું ભાષાભિમાન ન હતું કે પિતાની ભાષાશુદ્ધિને ખ્યાલ ન હતે. હેમચંદ્ર આવ્યા અને તેને ભાષાભિમાન મળ્યું. લાખે ગુજરાતીઓ સ્વચ્છ મૌક્તિક જેવા વાણબંધને ધીમે ધીમે ભૂલી જતા હતા, પરાક્રમી પૂર્વજોની કથા વિસરાઈ જતી હતી; ધીમે ધીમે પરાક્રમ એ અકસમાત હોઈ શકે ને અપરાક્રમ એ જીવન હોઈ શકે, એવી ભાવનાનો ઉદય એમાંથી થવાને હતે. હેમચંદ્રાચાર્ય આવ્યા અને નિલે પ દષ્ટિથી, શૂરવીરની, શૃંગારની, સ્ત્રીઓના પ્રેમની, પ્રેમીઓની, પરાક્રમની, સૈનિકની અને સુંદરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org