________________
૧૪૫
હેમચંદ્રાચાર્ય
છેવટે એક પળ એવી આવી, જ્યારે એમને સઘળું વિશ્વ પિતાનામાં ને પતે વિશ્વમાં છે એમ સ્પષ્ટ પ્રતીતિ થવા લાગી
હે આત્મન ! તું જ દેવ છે. તું જ ત્રણ ભુવનના પ્રદેશને ઉદ્યોત કરનાર દીપક છે. તે જ બ્રહ્મજ્યતિ છે. સર્વને ચેતના બક્ષનાર આયુષ્ય પણ તું જ છે. તું જ કર્તા ને ભક્તા છે. તે જ જગતમાં ગમન કરે છે. સ્થાણુરૂપે પણ તું જ છે. હવે પોતાનું સ્વરૂપ જાણ્યા પછી બહિરપણું ક્યાં રહ્યું?” * | ગુજરાતને મહાન તપસ્વી, સંસ્કારનેતા, સંયમી સાધુ, મહાવિદ્વાન અને ગુજરાતના બે મહાન નૃપતિઓના જીવનકાલની સમર્થ વિભૂતિ, ધીમે ધીમે, પિતાના સ્વરૂપનુસંધાનમાં તલ્લીન બની ગઈ !
સંવત ૧૨૨૯માં હેમચંદ્રાચાર્ય પરમધામમાં ગયા! તેમને સંસ્કાર આપતી વખતે અપૂર્ણ રાજા કુમારપાલે, તેમની પવિત્ર ભસ્મનું તિલક કરી, ગુરુના અદશ્ય આત્માને વંદના કરી અને પોતે રાજખટપટથી કંટાળેલ છતાં રાજધુરાનું વહન કરવા પાટણમાં પાછો ફર્યો. * आत्मन् ! देवस्त्वमेव त्रिभुवनभवनोद्योतदीपस्त्वमेव ब्रह्मज्योतिस्त्वमेवाखिलविषयसमुज्जीवनायुस्त्वमेव ! कर्ता भोक्ता त्वमेव व्रजसि जगति च स्थाणुरूपस्त्वमेव स्वस्मिन् ज्ञात्वा स्वरूप किमु तदिह बहिर्भावमाविष्कराषि ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org