________________
હેમચંદ્રાચાર્ય
૧૪૩ હતું. જ્યાં સુધી એનાથી કામ અપાતું હતું, ત્યાં સુધી તે એને ટકાવી રાખવું એ ધાર્મિક ક્રિયા હતી.
કદાચ જીવનમાં મેળવેલી સઘળી સિદ્ધિને સરવાળે માનવ પિતાના મૃત્યુની રીતમાં બતાવી શકે છે. એટલે
જ્યારે ગુરુ હેમચંદ્રાચાર્યને લાગ્યું કે હવે પિતાના કાલનિમણને સમય આવી પહોંચે છે, ત્યારે તેમણે સંઘને, શિષ્યને ને રાજાને – સૌને આમંત્રી તેમની છેલ્લી રજા લઈ લેવાનો નિશ્ચય કર્યો અને એ પ્રમાણે તે સૌને બોલાવ્યા.
* આ લખ્યું ત્યારે તો માનેલું કે આ વાક્ય કદાચ ઔપચારિક જ હશે, પણ હમણું મારા પિતાના જીવનમાં થયેલા એક અનુભવથી આ વાક્યને વિસ્તાર કરવાનું શક્ય બને છે. હમણાં જ મારા પિતાની મૃત્યુશમ્યા પાસે ઊભા રહેવાને પ્રસંગ આવ્યો; લગભગ એક અઠવાડિયા અગાઉથી પિતાને દેહ પડી જશે એ વિષે એમણે સૂચના આપેલી હતી. પરંતુ એ તો કદાચ શારીરિક વ્યાધિથી માણસ અનુમાન કરે છે એવું કેવળ અનુમાન જ હેાય. પણ જ્યારે લગભગ ૭૨ કલાક અગાઉ વાતચીત થઈને તેમણે સ્પષ્ટ રીતે વખત આપી દીધે, અને એ જ પ્રમાણે દેહ પડ્યો, ત્યારે એ માત્ર અનુમાન નહિ પણ સત્યની ગમે તે રીતે એમને થયેલી પ્રતીતિ જ હતી, એ વિશ્વાસ દઢતર થયો. એથી વધારે આશ્ચર્યજનક બીના તો એ હતી, કે પોતે જેમના જીવનમાં નિત્ય કાંઈ ને કાંઈ રસ રેડક્યો હતો એવા ભેળા રબારી, ભરવાડ, કણબી વગેરે મૃત્યુ પછી શોક કરવા ઘેર આવ્યા, ત્યારે તેમાંના દરેકે, જુદી જુદી રીતે અને એકબીજાથી તદ્દન અજ્ઞાત રીતે વાત કરી, તેમાંથી પણ એ જ વનિ નીકળ્યો કે ભાદરવા વદ અગિયારશે થયેલા મૃત્યુની આગાહી એમણે શ્રાવણ વદ અગિયારશે સૌને આપી દીધી હતી ! અને એ પ્રમાણે વ્યાવહારિક કાર્યો કર્યા હતાં. એ વખતે એમનો દેહ તંદુરસ્ત હતો. એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org