SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ હેમચ’દ્રાચાય પેાતાના મરણુસમય એ અગાઉથી જાણી શકયા હાય એ વાતને કેવળ 'તકથારૂપે હસી કાઢવાની જરૂર નથી. કદાચ જે શક્તિ મનુષ્યમાં હાવાનેા સ ંભવ છે, તેને લગતી જ એ વાત હાઈ શકે. આથી કરીને દરેક દંતકથાને કે અતિશચૈાક્તિને ઐતિહાસિક પ્રમાણ માનવાની કોઈ ભૂલ ન કરે; અથવા એવી ભૂલ પ્રત્યે ઉપેક્ષા સેવવાની વૃત્તિને ઉત્તેજન પણ આપવું ન ઘટે. પણ દંતકથાઓમાં ઇતિહાસનું બીજ છુપાયેલું હોય છે તે, પ્રયત્નથી, સભાળથી ને વાર'વારના એ બનાવના જુદા જુદા ઉલ્લેખા પરથી તારવી શકાય એટલું જ કહેવાના ઉદ્દેશ છે. વળી માનવશક્તિની અનંત શકયતા પ્રત્યે પણ લક્ષ દ્વારવાના હેતુ છે. જ્યારે હેમચ`દ્રાચાય ના કાલધર્મ નજીક આવ્યે ત્યારે તેમનું વય ચેારાશી વતુ હતું. વીસ વર્ષોંની વયથી એમણે, એકધારી રીતે, ચાસ વ સુધી સરસ્વતીની ઉપાસના કરી હતી. દેવચંદ્રસૂરિએ તેમને સુવર્ણ સિદ્ધિ વિષે કહ્યું ત્યારથી તે એમનું અંતઃકરણ, સ'ભવિત છે, કે કેવળ અંતર્મુખ પ્રવૃત્તિમાં જ આનંદ લઈ રહ્યુ. હાય. એમણે જીવનની એક પણ પળ બ્ય ગુમાવી ન હતી; જીવનની પળેપળમાંથી અખૂટ આનંદ મેળવ્યેા હતેા. હવે ભવબીજઅ’કુરના વિનાશની ઉપાસનામાં જે કાઈ અશુદ્ધિ રહી હોય તે ચાળી કાઢવાનું કામ આ જરિત દેહથી થાય તેમ નહોતું; શરીરને ખદલવાની જરૂરિયાત હતી. આત્મવિસર્જન એ હવે ધર્મ હતા. શરીરને વળગી રહેવાની વૃત્તિ એ મેહ હતા. વહેંલે કે મેાડે શરીર પડવાનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005247
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhoomketu
PublisherGurjar Prakashan Ahmedabad
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy