________________
હેમચંદ્રાચાર્ય
૧૩૭
કે પ્રસંગ નથી, કે જે ઉપરથી તેમનામાં રાજખટપટની શક્તિ હતી – એટલે કે એવી વાતમાં પડવાને એમને રસ હતે – એમ સાબિત થઈ શકે.
એટલે આ મૌખિક મિત્રતાભરેલી વાત થઈ લાગે છે. પણ જુવાન શિષ્યમંડળ હેમચંદ્રાચાર્યની અલિપ્તતા જાળવી શક્યું નથી. તેમણે જૈન શાસનની શક્તિ વધારવાના મેહમાં, કે પછી અરસપરસની ઈષથી પ્રેરાઈને, કે ગુરુ કરતાં સવાયા થવાની સ્પર્ધામાં, કે પછી અજયપાલથી સૌને નુકસાન છે એમ માનીને, ઉત્સાહભેર પક્ષે લેવાનું શરૂ કર્યું લાગે છે. વૃદ્ધ હેમચંદ્રાચાર્યને કદાચ આ પક્ષાપક્ષીની ખબર ન પણ હેય. ગમે તેમ, વિદ્વાન રામચંદ્ર અને બાલચંદ્ર, મંત્રી પદ અને આદ્મભટ્ટ સૌએ આ વાતમાં જે રસ બતાવ્યું, તેમાં છેલા બેને માટે તે એ રાજધર્મ હિતે, પણ સાધુ અને વિદ્વાન એવા બે મુનિવરોએ તેમાં ભાગ લઈને તેમની મનવૃત્તિની શિથિલતા જ દર્શાવી છે. આ વિષે એક ઘટના યાદ આવે છે. લવણપ્રસાદ અને રાણું વરધવલે જ્યારે તેજપાલને પૂછ્યું હતું, કે મક્કાની જાત્રા માટે ગુજરાતમાં આવેલા યવનરાજાના ગુરુને પકડીએ તે કેમ?” ત્યારે તેજપાલે જવાબ દીધે, કે “ધર્મ સંબંધમાં કપટપ્રગથી રાજાઓને જે લાભ મળશે, તે પિતાની માતાના શરીરને વેચી મેળવેલ પૈસા જેવું છે.” * બાલચન્દ્ર અને રામચન્દ્રમાં તેજપાલની આ ધર્મ અને રાજકારણને
* “પ્રબંધચિંતામણિ” (મુ. ફા. ગુ. સભાની આવૃત્તિ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org