________________
૧૩૫
હેમચંદ્રાચાર્ય કરવામાં આવી એમાં આ લાયકાત પણ કારણરૂપ હેય. બીજું પણ એક કારણ છે. કુમારપાલની બે બહેને હતી, તેમાંની નામલદેવી અથવા પ્રેમલદેવી કૃષ્ણદેવ સાથે પરણાવેલી; એની મદદથી જ કુમારપાલને ગાદી મળેલી. અને રાજ્યના રક્ષણ માટે થઈને અવિવેકી કૃષ્ણદેવને નાશ એને કરાવ પડે. એ વાતના પ્રાયશ્ચિતરૂપે પણ, સંભવિત છે કે, તે * પ્રતાપમલને વધારે ચાહતો હોય. જેનધર્મના શાસન
* “પ્રબંધકેશ'માં આ પ્રતાપમલને કુમારપાલને દૌહિત્ર ગણવામાં આવેલ છે. એ એને ભાણેજ હશે એ વધારે સત્ય લાગે છે. કુમારપાલને કઈ સંતાન હોવાને ઉલલેખ કર્યો નથી. એની એક બહેન દેવળદેવી અર્ણોરાજને ત્યાં ન રહેતાં સાધવી થઈ હતી, એ જોતાં પ્રતાપમલ પ્રેમલદેવીનો પુત્ર હોઈ શકે. જો કુમારપાલને કેાઈ સંતાન જ ન હતું – પુત્ર કે પુત્રી – એ હકીકત હોય તે, આને પુત્રીને પુત્ર કહેવામાં કાંઈક ગરબડ થઈ લાગે છે. ડો. બુલરે “પ્રતાપમાલા' નામ આપ્યું છે, પણ તે બીજા પ્રબંધમાં – ખાસ કરીને જૂના પ્રબંધ જેવા, કે “પ્રબંધચિંતામણિ', “પ્રભાવકચરિત્ર’– માં નથી, એટલે આ વસ્તુ સ્પષ્ટ નથી.
પ્રબંધચિંતામણિ” (ફા. ગુ. સભાની આવૃત્તિ) પૃષ્ઠ ૧૬૭માં કૃષ્ણદેવ એને બનેવી હતું એમ કહ્યું છે, જ્યારે પુરાતનપ્રબંધસંગ્રહ” (સિંઘી જૈન ગ્રંથમાળા, ગ્રંથાક ૨, પૃષ્ઠ ૩૯) પ્રમાણે પ્રતાપમલ્લ બનેવીનું નામ છે (તત્ર માનીતિઃ પ્રતાપમા). “કુમારપાલદેવતીર્થયાત્રાપ્રબંધ” (એજન, પૃષ્ઠ ૪૩)માં રાજેન્દ્રદૌહિત્ર પ્રતાપમલ અને નૃપપુત્રી લીલૂ – એ બે નામ યાત્રિકામાં દેખાય છે. “પ્રભાવકચરિત્ર” આ વિષે કાંઈ ઉલ્લેખ કર્યો નથી; જ્યારે “કુમારપાલપ્રતિબોધ માં પણ એ વિષે કાંઈ નથી. એટલે જેને વધારે પ્રમાણભૂત ગણી શકાય તેવા હેમચન્દ્રાચાર્ય, “પ્રભાવકચરિત્ર” “કુમારપાલપ્રતિબોધ માં આ વિષે કોઈ સ્પષ્ટતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org