SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૩ -હેમચંદ્રાચાર્ય સદ્ભક્તિગર્ભિત સ્તુતિ અમારાથી થાય તેમ નથી. આવી વિનમ્રતા એ સ્પષ્ટ રીતે બતાવે છે, કે પિતાની પાસે ઘણા વિપુલ પ્રમાણમાં હતી તે વિદ્યાનો પણ ગર્વ ન કરી શકવાની સાધુતા એમણે પ્રાપ્ત કરી હતી. સૌને પિતાના પ્રત્યે આકર્ષણ કરવાનું નૈસર્ગિક બળ આ વિનમ્રતાને લીધે જ તેમનામાં હોય, અને એ જ એમની મુત્સદ્દીગીરી હાય. એટલે જ આપણે જ્યારે હેમચંદ્રાચાર્ય, આદ્મભટ્ટ અને રાજા કુમારપાલને, ભવિષ્યમાં કેણ રાજા થાય તેની ચર્ચા કરતા જોઈએ છીએ, ત્યારે કુદરતી રીતે જ આ સાધુએ સ્થાપેલા વિશ્વાસથી વિસ્મય પામીએ છીએ, અને હેમચંદ્રાચાર્ય, કુમારપાલ, આમ્રભટ્ટ વગેરેની મંત્રણને રાજદ્વારી વિષમાં ભાગ લેવાની મહત્વાકાંક્ષા તરીકે ગણવા પ્રેરાઈએ છીએ. પણ ભૂલવું ન જોઈએ કે, હેમચંદ્રાચાર્યું જેટલી કૃતિઓ આપી છે, તે જોતાં એમની એક પળ પણ તેમનાથી ઊતરતા છે,” શબ્દાનુશાસનની બૃહત્ ટીકામાં આમ જણાવી, સાથે સાથે પોતાની લઘુતા બતાવી છે. આ પ્રમાણે જે જે મહાન વિશારદે હતા, તેમનું મુક્ત કંઠે તેમણે સ્મરણ કર્યું છે. જુઓ, જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ, વિ. ૩, પૃષ્ઠ ૩૧૯; સંપાદક: શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ. એવી જ રીતે એમની અત્યંત સુંદર કૃતિ “વિંશિકા'માં પણ “વ સિનતુતો મહા અશિક્ષિતારા નવ વૈષા || અશિક્ષિતના આલાપ જેવી મારી આ સ્તુતિઓ કયાં અને સિદ્ધસેનની અર્થગંભીર સ્તુતિઓ કયાં? – એમ કહ્યું છે. હેમચન્દ્રાચાર્યની આ વિનમ્રતા માત્ર ઔપચારિક નથી એટલું જાણનારને એમના જીવનસામર્થ્યને અને શા માટે એ સૌને આકર્ષી શક્યા તેને ખ્યાલ આવશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005247
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhoomketu
PublisherGurjar Prakashan Ahmedabad
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy