SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ હેમચંદ્રાચાર્ય ચાર્યની આવી જે બુદ્ધિમત્તા – ખરી રીતે સામાની વિચારસરમાં ક્યાં દેષ છે તે તરત પકડી લેવાની શક્તિ – એને તમે જે મુત્સદ્દીપણું કહેતા હો તે એ મુત્સદ્દી હતા; બાકી એમના જેવી વ્યવહારુ તૈયાયિક શક્તિ તે જમાનામાં ઘણા ચેડા માણસમાં હતી. આવી રીતે પરિસ્થિતિને અનુકૂળ થવા છતાં તેમાં અણીશુદ્ધ ચારિત્રબળ બતાવવું એ, મેકડુગલના શબ્દો વાપરીએ તે, the stability and power of adaptation. which true character alone can give એ વસ્તુસ્થિતિ દર્શાવે છે. આ પ્રસંગ અને આવા બીજા અનેક પ્રસંગે, જે મુખ્યત્વે દંતકથાઓ હોવા છતાં તેમાંથી ઐતિહાસિક મૂલ્ય તારવી કાઢી શકાય તેવું છે, એ બતાવે છે કે હેમચંદ્રાચાર્યે એમના જમાનામાં એક એવું વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું હતું કે જ્યારે જ્યારે કોઈ પણ મુશ્કેલીને પ્રસંગ આવે ત્યારે ત્યારે સૌની આંખ તેમના તરફ ફરતી. આજના રાજદ્વારી પુરુષને એ મુત્સદ્દીગીરી, લાગે; પણ ખરી રીતે એ ચારિત્રનું સામર્થ્ય છે. કુમારપાલ. પ્રબંધમાં કહ્યું છે કે શત્રુંજયની યાત્રામાં જ્યારે હેમચંદ્રાચાર્ય દર્શન સમયે, ધનપાલે કરેલી “ષમપંચાશિવા” બોલતા હતા ત્યારે, કુમારપાલે વિનંતી કરી, કે “તમે કલિકાલસર્વજ્ઞ થઈ તમારી પોતાની કરેલી સ્તુતિ કેમ બોલતા નથી?” હેમચંદ્રાચાર્યે જ કહ્યું: “કારણ કે એમના જેવી * આ કથનને બીજો એક ટેકો મળે છે: “ઉત્કૃષ્ટ મહાકવિ તો સિદ્ધસેન, ઉત્કૃષ્ટ મહાતાકિક તો મત્સ્યવાદી, ઉત્કૃષ્ટ સંગ્રહકાર તો ઉમાસ્વાતી, અને ઉત્કૃષ્ટ વ્યાખ્યાતા તો જિનભદ્ર ક્ષમાશ્રમણ; બીજા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005247
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhoomketu
PublisherGurjar Prakashan Ahmedabad
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy