SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ હેમચંદ્રાચાર્ય ૧૩૧ ત્સવમાં પશુહિંસા બંધ થવાથી નકુલ વગેરે કેટલાક સામંતએ, પરસ્પર નેત્રસંશા કરી, હાસ્ય કર્યું હતું. આ નેત્રસંજ્ઞાને મર્મ એ હતો કે હવે દુશ્મન ચઢી આવશે ત્યારે રાજાની શી વલે થશે! એ મર્મ સમજીને કુમારપાલે તરત જ, તેમના દેખતાં જ, એક બાણે સાત કઢાઈએ ભેદી સૌને ઝાંખા કરી નાખ્યા હતા. એમાંથી જ સ્પષ્ટ અર્થ કરી બતાવ્ય, કે આવું થવા માટે નિર્દોષ પ્રાણીઓને વધ એ કઈ જરૂરિયાતની વસ્તુ નથી, એટલું જ નહિ, એ વધમાંથી જ બીજા અનેક અનર્થો પણ આવે છે. આ કંટકેશ્વરીદેવીએ કુમારપાલને ત્રિશૂળ માર્યું એ દંતકથા છે. પણ એ દંતકથામાંથી આટલે સ્વર તે જરૂર નીકળે કે લેકમાનસ પ્રમાણે રાજ ઉપર જે કાંઈ આપત્તિ આવે, તે આ દેવીના ભેગ સાથે જોડી દેવાની સૌની તૈયારી હતી. ઉદયન મંત્રીને. કુમારપાલની માંદગી(કુષ્ટાદિ દુષ્ટ રોગ)નું કારણ કે અહિંસાધર્મ સાથે જોડી દેશે એની મનમાં ગડભાંગ થઈ. અને તેણે તે સલાહ પણ આપી કે “તૂમડું તૂટયા પછી તાર કામ લાગતા નથી, માટે આત્મરક્ષા સારુ દેવીઓને પશુ આપવાં.” આ વસ્તુસ્થિતિને જેને આપણે oriental – આપણી જ પિતાની – કહી શકીએ એવી ચાતુરીથી હેમચંદ્રાચાર્યે ઉકેલ કર્યો એ વાત આગળ આવી ગઈ છે. પ્રસ્તુત વિષય પરત્વે તો આ લેખ એટલા માટે ફરીને કર્યો છે, કે હેમચંદ્રા “ચતુર્વિશતિપ્રબંધ'માં કંટકેશ્વરી ગુસ્સે થઈ એ વાત ઉત્તરાર્ધરૂપે છે. એટલે બન્નેમાંથી સાર કાઢી આપવાને અહીં પ્રયત્ન કર્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005247
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhoomketu
PublisherGurjar Prakashan Ahmedabad
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy