________________
હેમચંદ્રાચાર્ય
૧૨૯ સમજતા હતા એ દષ્ટિએ તે અહિંસાને મર્મ નહિ સમજવાથી ગુજરાતનું પતન થયું એમ કહી શકાય.
હવે આપણે એક બીજા પ્રશ્ન ઉપર આવીએ છીએ ? હેમચંદ્રાચાર્ય ગુજરાતના સંસ્કારસ્વામી જ રહ્યા કે એમણે
મુત્સદ્દી” બની રાજકારણમાં અગ્ર ભાગ લીધો હતે? આ એક વાત એક્કસ છે, કે રાજદ્વારી પુરુષે ગમે તેટલી પિતાની અંતિમ શુભ ઉદ્દેશવાળી નીતિને બચાવ કરે પણ રાજકારણ એ એક પ્રકારની મેલી રમત છે અને એમાં પિતાની વિશુદ્ધિ જાળવવા ઈચ્છનાર હરકેઈ મહાન વ્યક્તિને, એક કે બીજે કારણે, કાંઈક રમત રમવી જ પડે છે. એ સાચું છે કે હિંદી સંસ્કૃતિના મહાન શબ્દ “સમન્વય” દ્વારા હિન્દુસ્તાનમાં એવા તત્વજ્ઞાનીઓ થયા છે કે જેમણે રાજકારણને વિશુદ્ધ બનાવી, એમના પિતાના વ્યક્તિત્વથી એને છાઈ દીધું છે. “પંચદશીને કર્તા વિદ્યારણ્યસ્વામી વિજયનગર મહામંત્રી હતા એ પ્રસિદ્ધ વાત છે. પરંતુ એટલું છતાં અત્યંત પ્રતિભાશાળી વ્યક્તિ વિના બીજા માટે રાજકારણની શેતરંજ સાથે જીવનસિદ્ધિને મેળ મેળવવું અશક્ય નહિ તે મુશ્કેલ તો છે જ. અને હેમચંદ્રાચાર્ય આ સિદ્ધ કરી શક્યા હતા એ એક જ મુદ્દો એમની પ્રતિભાને દર્શાવવા માટે બસ છે, અને છતાં એ મુત્સદ્દી – જે અર્થમાં એ શબ્દ વપરાય છે એ અર્થમાં – ન હતા. એક જ ઉદાહરણ આ વસ્તુસ્થિતિ સમજવા માટે બસ છે. આગળ દર્શાવ્યા છે તે કંટકેશ્વરીને પ્રસિદ્ધ પ્રસંગ આટલી રીતે તે ઐતિહાસિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org