________________
૧૨૮
હેમચંદ્રાચાર્ય કારોએ જૈન અને બ્રાહ્મણ તેમ જ જૈન દે અને બ્રાહ્મણ દેવે વચ્ચે જે ઝઘડા બતાવ્યા છે તે કદાચ પાછળના સમયને પરિપાક છે કે જ્યારે હેમચંદ્રાચાર્ય, કુમારપાલ, સિદ્ધરાજ, આદ્મભટ્ટ, ઉદયન, વાડ્મટ, દેવચંદ્રસૂરિ– એવા મહાન પુરુષે ગુજરાતમાંથી ખૂટી પડ્યા હતા અને એમની જગ્યા લેનારાઓમાં એમનું વિત્ત રહ્યું ન હતું! હેમચંદ્રાચાર્ય કુમારપાલ સાથે શિવમંદિરે જાય અને કુમારપાલ હેમચંદ્રાચાર્ય સાથે જિનમંદિરે જાય એ વસ્તુસ્થિતિ, ખરી રીતે, પ્રજામાં ધર્મ પ્રત્યેની શ્રદ્ધા હોવા છતાં સંપ્રદાયવાદનું વિષ ન હતું, એમ બતાવનારી છે. પણ પાછળથી એ પરિસ્થિતિ ટકી શકી નહિ. અને કદાચ ગુજરાતના આર્થિક, સામાજિક અને સાંસ્કારિક હાસનું આ પણ એક કારણ છે, કે એને નાને પણ અતિશય વિવેકી, બુદ્ધિમાન, તેજસ્વી અને પ્રતાપી એ વર્ગ – બ્રાહ્મણ અને વાણિયાને – એમણે બીજા વર્ગો સાથે જે સહાનુભૂતિભર્યો પ્રેમ રાખવું જોઈએ તે રાખે નહિ. અમારિના સિદ્ધાંતમાં રહેલી સુંદર ભાવના – પ્રેમથી પ્રેમ પ્રકટાવ – એ વ્યવહારમાં ઉતારતાં જે જીવનકલા સાધ્ય કરવી જોઈએ તે જીવનકલા ગુજરાતીઓએ ગુમાવી અને ગુજરાતનું પતન થયું. અહિંસાને લીધે હિંદનું પતન થયું એમ સમ્રાટ અશોક અને હર્ષ પછીના સામ્રાજ્યભંગને લીધે કેટલાક ઇતિહાસકારે માનવા પ્રેરાયા છે. એ પ્રશ્ન લાંબી ચર્ચા માગી લે છે. ગુજરાત પૂરતું કહી શકાય કે અહિંસાધમી જૈન મંત્રીઓએ ગુજરાતને મહાન બનાવ્યું હતું, કારણ કે, તેઓ અહિંસાને મર્મ બરાબર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org