SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ હેમચ‘દ્રાચાય - એને એવી લૌકિક મહત્ત્વાકાંક્ષામાં ન રાચતાં, જીવનસિદ્ધિ પ્રાપ્ત કરવાના ઉપદેશ કર્યાં હતા, અને રાજાને પણ આ માર્ગ બતાવવા એ અયેાગ્ય છે એમ કહ્યું હતું. આજે એમને એ સાંભરી આવ્યું. માણસની કરુણાવૃત્તિની પહેલી અને સૌથી વધારે જરૂરી પરીક્ષા એ છે કે એણે પોતાના જીવનને સ્વય‘પ્રેરિત યમનિયમાઢિથી વશ કરી, મીજાને માટે જીવવાની શી તૈયારી બતાવી છે. એ દૃષ્ટિએ, જ્યાં હજારા મનુષ્ય અસહ્ય દીનાવસ્થામાં ભાવી જઈને ધર્મ પ્રત્યેની શ્રદ્ધાને, સદ્ગુણ પ્રત્યેની અભિરુચિને, નૈતિક નિયમોના સૌન્દર્યને જાણવા જેટલા પણ ઉત્સાહ ન રાખી શકે, ત્યાં સામાન્ય સંસ્કારભૂમિકા – અમારિઘાષણા – હરેક વ્યક્તિ પેાતાના પ્રેમથી બીજાના અંતરમાં રહેલા પ્રેમને જાગૃત કરે એવી સંસ્કારી નીતિ – શી રીતે શકય બની શકે? હેમચંદ્રાચાય તે હમેશાં લેાકાનુગ્રહમાં અત્યંત શ્રદ્ધાવાન રહેતા. એમણે તે કેવળ ગુજરાતમાં આખું જીવન વિતાવ્યું એમાં પણુ ગુજરાતને સાહિત્ય-સંસ્કાર આપવાને એમને હેતુ હતા. પેાતે મડાસમર્થ વિદ્વાન છતાં વિદ્યાને કેવળ વાદવિવાદની ભૂમિકા અનાવવામાં એમને શ્રદ્ધા ન હતી. ‘કુમારપાલપ્રતિબોધ 'માં એમણે રાજાને જે જે કથા કહી છે, તે માત્ર સુંદર કથાની રજૂઆત તરીકે નહિ, પણ એ કથા રાજાના જીવનવિકાસની ભૂમિકા તૈયાર કરનાર અને એ ષ્ટિ પણ રાખવામાં આવી હતી; ત્યાં આપેલાં સામપ્રભસૂરિનાં વચનાથી એ જણાય છે. એટલે આજે જ્યારે ગુરુ હેમચ'દ્રાચાર્યને કાંઈક મૌન અને ગંભીર જોયા ત્યારે કુમારપાલે તેનું કારણું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005247
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhoomketu
PublisherGurjar Prakashan Ahmedabad
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy