SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ હેમચંદ્રાચાર્ય આપ – કઈ પ્રાણીનું દિલ પણ દૂભવવું – એ એને માટે અશક્ય બની ગયું હતું* કુમારપાલ રાજષિને આ માનસિક ઈતિહાસ આપણી પાસે નથી એ ખરું, પણ “કુમારપાલપ્રતિબોધ'માં એની દિનચર્યા આપી છે એ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે રાજામાં એક એવી વૃત્તિ જાગી હતી કે જે વૃત્તિ, જૈન દર્શનશાસ્ત્ર પ્રમાણે, “પરમહંત' પદ પ્રાપ્ત કરનારમાં જ સંભવિત છે. એટલે, એ આર્ય સંસ્કૃતિને અનુરૂપ રાજર્ષિ હતું, પરમાહત હતા, કે પરમ માહેશ્વર હતું, એ પ્રશ્નને ગૌણ રાખીએ, તે આટલું ફલિત થાય કે એને પોતાને ધર્મ જૈન” લાગ્યો હતે; એ દર્શનના શાસ્ત્રમાં એ પિતાની ધાર્મિક જરૂરિયાતની સાંત્વના જોઈ શકતું હતું. અને છતાં, રાજનીતિની દૃષ્ટિએ પણ, એ જૈનધર્મ ગ્રહણ કરે – એટલે કે પિતાના કુલધર્મને ત્યાગ કરીને એ ગ્રહણ કરે –એ અશક્ય હતું.ઝ હેમચંદ્રાચાર્ય પિતે ““તું મારો ભક્ત છે તેથી * પરિશિષ્ટપર્વમાં હેમચંદ્રાચાર્ય નૃપ સંપ્રતિનું વર્ણન આપે છે તે, અને “ત્રિશષ્ટિશલાકામાં કુમારપાલનું વર્ણન કરે છે, તે બન્નેના. સામ્ય પરથી કુમારપાલના ચિત્તધર્મને ખ્યાલ સ્પષ્ટ થાય છે: स सर्वदा जीवदयातरङ्गितमनाः सुधीः । अवदानरतो दान दीनेभ्योऽभ्यधिक ददौ ॥ ११-६४ हिंसानिषेधके तस्मिन् दूरेऽस्तु मृगयादिकम् । –મહાવીરચરિત્ર, સર્ગ ૧૨, શ્લેક દદ * “કુમારપાલ પ્રતિબોધ માં આપેલે કુમારપાલની દિનચર્યાને અહેવાલ આ વિષે એક નોંધ લે છે તે સૂચક છે: “અવિવેકી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005247
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhoomketu
PublisherGurjar Prakashan Ahmedabad
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy