________________
હેમચંદ્રાચાર્ય
૧૧૯ નિર્મળતાને પડઘો માત્ર છે, એમ બતાવવા કુમારપાલેશ્વરનું મંદિર પણ બંધાવ્યું.
આ પ્રમાણે પરમ માહેશ્વર પરમહંત કુમારપાલ ગુજરાતના બે વિભિન્ન ધર્મીઓને જાણે પિતાના ઉદાહરણથી કહેતે હોય, કે જ્યાં સુધી તમે કઈ પણ એક ધર્મને અનુસરવા માટે બીજા ધર્મને લઘુ બનાવે છે, ત્યાં સુધી તમે કઈ પણ ધર્મમાં નથી. જે જૈનમતાવલંબી શંકરને લઘુ બનાવે, કે જે શાંકરપથી વીતરાગને નાનું સ્વરૂપ આપે એ બન્ને જણા પિતાને વધારે ને વધારે કૂપમંડૂક બનાવે છે, એમને ધર્મ એમના પતન માટે સારામાં સારું સાધન બની શકે તેમ છે એટલું જ એમાંથી ફલિત થાય છે.
અને એક એવે પ્રસંગ બન્યું કે જ્યારે હેમચંદ્રાચાર્યની ને કુમારપાલની મહત્તા વધારે શેભી ઊઠી કેટલાકના માનવા પ્રમાણે આ પ્રસંગ બન્યું ન હતું ને એમાં આપેલા કલેક સિદ્ધરાજની સોમનાથની યાત્રા પ્રસંગે બેલાયેલા છે. ડૅ. બુહુલર એમ અનુમાન કરે છે, કે આ લેકે આધારભૂત ગણાય કે નહિ તે શંકાસ્પદ છે. પણ સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાલ બન્નેના વખતમાં હેમચંદ્રાચાર્ય સોમનાથ ન ગયા હોય એવું માનવાને કારણ નથી. તેમણે
દ્વયાશ્રય”માં (૨૦ : ૯૪-૯૬) કુમારપાલની એ મંદિરના ઉદ્ધારની ઈચ્છા દર્શાવી છે, એ જોતાં, સંભવિત છે, કે કુમારપાલની સાથે ગયેલા હેમચંદ્રાચાર્યે શંકરને આ રીતે નમન કરીને પિતાની વિશાળ ધર્મભાવના દર્શાવી હોય. સમકાલીન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org