________________
હેમચંદ્રાચાર્ય
૧૧૫ આ પ્રમાણે નિર્વિશ જનારનું ધન * રાજભાગ તરીકે ન જ લેવાની એની આજ્ઞા એણે જાતે દરેક મંત્રીને બોલાવીને સંભળાવી દીધી. સંભવિત છે, કે એથી રાજને થનારી હાનિને ખ્યાલ પણ કોઈક મંત્રીએ આપ્યું હશે. કુમારપાળે તેનો જવાબ વાળે, કે “મારી આવકમાં બે લાખ એાછા થાય કે બે કટિ ઓછા થાય, પણ પુત્ર વિના મરી જનાર કેઈનું ધન હું લેવાનું નથી, એ મારો નિશ્ચય હું તમને જણાવી દઉં છું!”
અને આ પશુપ્રથા જેવી પ્રથાને કુમારપાલે ત્યાગ કર્યો, એ એની સુકુમાર વૃત્તિનું સુંદરમાં સુંદર ઉદાહરણ ગણી શકાય. મહાપ્રતાપી કુમારપાલનું મૃદુ વચન તે રાત્રે પેલી અનાથ સ્ત્રીના હૃદયનું સાંત્વન કરનારું હતું, પણ એની આજ્ઞા તેજસ્વી ને આજ્ઞાભંગ સહુન ન કરનારી હતી. એટલે કોઈ પણ અમાત્યે રાજાની આજ્ઞાને વિરોધ ન કર્યો ને હેમચંદ્રાચાર્યે– * આ પ્રથાને ઉલ્લેખ કાલિદાસના શાકુંતલમાં મળે છે, તેમ જ ડો. બદલર કહે છે તેમ આ પ્રથાને સૌથી ઘણે ભાર ગુજરાતમાં તો વ્યાપારપ્રધાન વૈશ્ય કેમ ઉપર જ પડતો હોઈ, “યાશ્રય ’માં હેમચંદ્રાચાર્યે પિતે લખ્યું છે તે પ્રમાણે લાખોનું નુકસાન સહન કરીને પણ આ રીતનો નાશ કરવા તરફ રાજને નિશ્ચય વળેલ છે. તેણે દરેકેદરેક મંત્રીને બેલાવીને પોતે જાતે આ પ્રથાના નાશની સૂચના આપી દીધી લાગે છે. સોમેશ્વરે “કીર્તિકૌમુદી'માં કરેલી કુમારપાળની પ્રશસ્તિ ૨ : ૪૩, ૪૪ તેમ જ દ્વયાશ્રય ૨૦, ૮૫ યોગ્ય છે :
द्वन्द्व हीनाः सन्तु लशामदाये द्वाभ्यां द्वाभ्यां कोटयो वाथनिम्ना । ग्राम वित्तं न त्वसूनोः परासोरेतद्वन्द्व निदिशामो भवद्भ्यः ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org