________________
૧૧૪
હેમચંદ્રાચાર્ય
જેણે અમારિપટની ઘોષણા કરીને મૂંગાં ને નિર્દોષ પ્રાણુઓને નિરર્થક વધ અટકાવ્યું હતું, તે મહાદયાળુ કુમારપાલને પિતાની સામે ઊભેલ જોઈને પેલી સ્ત્રીના આશ્ચર્યને પાર રહ્યો નહિ. તેણે લજજાથી નમીને રાજાને પ્રણામ કર્યા.
રાત્રિના અંધકાર જેવી એ છાની વાત માત્ર રાત્રિના અંધકારમાં જ ન રહી. પણ થોડા દિવસ પછી જ્યારે એ જ વાત ગુરુ હેમચંદ્રાચાર્ય પાસે આવી, ત્યારે તેણે રાજાને કહ્યું :
तिरोधीयत दर्भाधैर्यथा दिव्यं तदौषधम् । तथाऽमुष्मिन् युगे सत्यो धर्मो धर्मान्तरैर्नृप! ॥ पर समग्रधर्माणां सेवनात् कस्यचित् क्वाचत् । जायते शुद्धधर्माप्तिदर्भच्छन्नौषधाप्तिवत् ।।x
અને સમગ્ર ધર્મ-દર્શનના મૂળ તત્ત્વને સમન્વય સાધવામાં આવે તે સત્ય અને અહિંસા – એ બે જીવન આધારનાં મુખ્ય ત જ મળી આવે છે. ૪ આગળ હેમચંદ્રાચાર્ય સિદ્ધરાજને સર્વધર્મદર્શનની વાત કહી તેની સાથે જ આને મેળ છે. એને ભાવાર્થ આ પ્રમાણે છે: જેમ દર્ભાદિ સાથે મળવાથી દિવ્યૌષધિ છાની રહે છે, તેમાં અનેક ધર્મોમાં ભેળસેળ થઈ ગયેલે સત્યધર્મ પણ ગુપ્ત રહ્યો છે. અનેક ઔષધિઓનું સેવન કરતાં જેમ સાચી ઔષધિ મળી રહે, તેમ અનેક ધર્મોના પરિચયથી સત્યધર્મની માત્રા પણ મળી રહે. માટે ખરી જિજ્ઞાસા જાગી હોય ને તે પ્રમાણે પ્રયત્ન કરાય તો જિજ્ઞાસાના અંશ પ્રમાણે – દર્ભમાંથી ઔષધિ મળી તેમ – ધર્મોમાંથી ધર્મ મળે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org