________________
હેમચંદ્રાચાર્ય
૧૧૩
ખરડાયેલા દ્રમ્મ લેનાર મને ધિક્કાર છે” –તે અંતરમાં જ બોલી ઊઠડ્યો અને અને તેણે પેલી બાઈને કહ્યું: “બાઈ ! તારે શેક દૂર કર. જીવન સાથે મૃત્યુ જોડાયેલું જ છે, તારા જીવનના નિર્વાહરૂપ તારું ઘન રાજા નહિ લે!”
પેલી સ્ત્રીએ શુન્ય રીતે હસીને કહ્યું: “અરે ભાઈ ! તું તે પાટણમાં રહે છે કે ક્યાં રહે છે? નિર્વશનું ધન રાજદર બારે જાય છે એ રાજનિયમ છે. એ ટાળવાવાળે તું કે? તને એટલી પણ ખબર નથી કે આવું રૂધિરના આંસુથી ખરડાયેલું વિત્ત તે રાજભંડારમાં જ શોભે! મારે હવે એ ધનને કરવું છે પણ શું?”
પિતે જ્યારે રખડપટ્ટીમાં હતું ત્યારે કાશીનગરમાં જે શેઠે એને આગલે દિવસે સત્કાર કર્યો હતો, તે જ શેઠનું બીજે દિવસે અકસ્માત્ મરણ થતાં, તે નિર્વશ હોવાથી તેની સમૃદ્ધિ રાજપુરુષેએ કબજે કરી હતી –એ કરુણ દશ્ય કુમારપાલની સ્મૃતિમાં અત્યારે તરી આવ્યું. તેણે અત્યંત મૃદુ વચનથી પેલી સ્ત્રીને કહ્યું: “દીકરી! તારી પાસે શી સમૃદ્ધિ છે તે તને કઈ રાજપુરુષ નહિ પૂછે, અથવા તે કોઈ રાજપુરુષ તારું ધન નહિ લે. તું મારી પુત્રી છે એમ સમજીને હું – કુમારપાલ – તને આ કહું છું. તને કઈ અધિકારી આ સંબંધે કાંઈ પણ હરકત નહિ કરે. તારી પાસે શી સમૃદ્ધિ છે એમ પણ તને કઈ પૂછશે નહિ.” * “કુમારપાલપ્રબંધ' હે. ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org