________________
૧૧૨
હેમચંદ્રાચાર્ય થ, વિદ્વાન થ, પર અને પિતાને અનુરૂપ એવી યૌવનવાળી કુલવધુ પામે.
જ્યારે આ પ્રમાણે વિદ્વાન પુત્ર, રૂપગુણયૌવનપૂર્ણ કુલવધૂ, સાહસિક પતિ, વૈભવશાળી ભવને, અનુરક્ત સેવક, પ્રીતિવાળ નગરજને અને નગરને જિતેન્દ્રિય રાજા - આવી સઘળી રીતે અદ્વિતીય એવી પરિસ્થિતિમાં હું મહાલતી હતી, ત્યારે મારા પુત્ર જિતહેતને વીસ વર્ષને મૂકીને એકાએક એના પિતાએ સ્વર્ગપ્રયાણ કર્યું અને હું અનાથ બની ગઈ ! વિદ્વાને પણ શોકને તરી શકતા નથી, એ વચનને સત્ય કરતે જિતહેત પણ તેની પાછળ, ભારે આઘાત પામીને, ચાલી નીકળે! અનેક જને જેનાં હતાં ને છે ને છતાં જાણે કેઈ નથી, એવા સંસારમાં હું શૂન્ય અને એકલી બની ગઈ! પતિને અને પુત્રને – બન્નેને ગુમાવ્યા પછી હું કયા પ્રેમ વડે હવે શરીર ધારણ કરું? મને શરીરને લેશ પણ મોહ નથી; ઊલટી એવી ઈચ્છા છે કે અપુત્રનું ધન રાજા લઈ જાય છે, એ છે લઈ જતું. શેકનાં આંસુથી ખરડાયેલું એ ધન મારે ઉપગનું પણ નથી. હવે તું જે હો તે તારે રસ્તે જા, મને મારે રસ્તે જવા દે.” *
આટલું બેલી વૃક્ષની ડાળે ફાસે બાંધે હતે ત્યાં ફસે ખાવા તે ચાલી. કુમારપાળે ઝડપથી ફેસે તેડી નાખે. તેનું અંતઃકરણ અત્યંત ખિન્ન થઈ ગયું. “આ વિધવા નારીના જીવનને કાંઈક આધાર અર્થ ઉપર છે. એનાં આંસુથી
* દયાશ્રય ૨૦ : ૭૭-૮૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org