________________
|| નયન્તુ વીતરા: //
આમુખ
સૌંદય સમયે સરસ્વતી-નદીકિનારે ઊભેલી એક મહાન શક્તિ, પેાતાના પ્રકાશથી-તેજથી આખા ગુજરાતને છાઈ દેતી કા અને તમને હેમચન્દ્રાચાય દેખાશે.”
શ્રી ધૂમકેતુ
ભગવાન શ્રી હેમચંદ્રાચાય નું જીવનચરિત્ર
ધાત્રી ગૂજરીના હૃદયમાં સૌંસ્કારિતા, વિદ્યા અને વિશુદ્ધ ધાર્મિકતાના પ્રાણ પૂરનાર, વિશ્વની મહાવિભૂતિસ્વરૂપ, કલિકાલસઈજ્ઞ ભગવાન શ્રી હેમચન્દ્રાચાનાં પ્રાકૃત, સંસ્કૃત, ગૂજરાતી અને હિંદી ભાષામાં સ્વતંત્ર તેમ જ અનુવાદાત્મક અનેક જીવનચરિત્રા આલેખાઈ ચૂકયાં. ડૉ. બુલર જેવા વિદ્વાને, એ મહાપુરુષના પ્રભાવથી આકર્ષાઈ, એમની જીવનરેખા જન ભાષામાં પણ દેરી છે. આજે એ જ મહાપ્રતાપી પુરુષના જીવનચરિત્રમાં રા. રા. ભાઈ શ્રી ધૂમકેતુ મહાશયે તૈયાર કરેલ એક નવીન કૃતિનેા ઉમેરા થાય છે.
C
ભાઈ શ્રી ધૂમકેતુ એટલે ગુજરાતીના પ્રતિભાવાન, સઔંસ્કારી, પ્રૌઢ લેખક અને ગૂજરાતની પ્રજાના કરકમલમાં એક પછી એક શ્રેષ્ઠતમ સંસ્કારપૂર્ણ ગ્રંથપુષ્પોને ઉપહાર ધરનાર માતા ગૂજરીને પનેતા પુત્ર. એ સમ લેખકને હાથે ગૂજરાતની સંસ્કારિતાના આદ્ય દ્રષ્ટા અને સર્જક ભગવાન શ્રી હેમચન્દ્રનું જીવનચરત્ર લખાય એ ગૂજરાતી પ્રશ્ન અને ગિરાનું અહેાભાગ્ય જ ગણાય.
આચાર્ય. શ્રી હેમચન્દ્રનાં આજ સુધીમાં શ્રદ્ધા અને પાંડિત્યપૂર્ણ સંખ્યાબંધ જીવનચરિત્રો લખાઈ ચૂકયાં છતાં ભાઈ શ્રી ધૂમકેતુની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org