SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ હેમચંદ્રાચાર્ય પાટણ નગર શાંત બની ગયું હતું, જ્યારે સરસ્વતી નદીને પ્રવાહ પણ થંભી ગયું હતું, દ્વારપાળ પણ અર્ધનિદ્રામાં પડી ગયા હતા, ત્યારે આકાશને વીંધીને આવતે, હૃદયને વિદારી નાખે તેવે, કરુણ સ્વર રાજા કુમારપાલના કાને આવ્યું. લેકની કિંવદંતીમાં એણે સાંભળ્યું હતું કે સિદ્ધરાજ એકલે, અરધી રાત્રે સ્મશાનમાં જઈને જોગણીનાં હર્ષ રુદનને ભેદ જાણી આવ્યું હતું. લેકેની કલ્પનાએ સિદ્ધરાજ સિંહને મહાપરાક્રમી કલ્પી, જોગણી સાથે યુદ્ધ કરતે પણ કહ્યા હતા. કુમારપાલને વિચાર આવ્યું, કે આટલી રાતે આવું કરુણરુદન કરનાર દુઃખી આ નગરમાં કેણુ હશે? અને તે હું રાજા પણ શાને કે જે મારા નગરમાં માણસો રુદન કરે ? જાણે કોઈ શોકથી આકુળવ્યાકુલ થઈને આ પૃથ્વીને તજીને જવાની ઈચ્છા કરતું હોય, જાણે પિતાનાં આપ્તજનોને ને દેશને તજીને જવાની વેળા આવી હોય તેથી કઈ શાકભારે હૃદય છિન્નભિન્ન કરતું હોય, જાણે અન્નના ત્રાસથી કેઈ આર્તિસ્વરે રડતું હોય એવી એવી અનેક પ્રકારની, દયા ઉપજાવે તેવી વારંવાર રડતી સ્ત્રીની રૂદનાવલિ સાંભળીને, અંગરક્ષકોને ઊંઘતા જ રહેવા દઈને, રાજા કુમારપાલ એકલે જ પિતાના પ્રાસાદમાંથી નીચે ઊતર્યો. તેણે હલકા મૂલનું વસ્ત્ર ધારણ કર્યું, ને રાત્રિના જેવા અંધારપછેડામાં શરીરને લપેટી દીધું. કોઈ પણ શસ્ત્રધારીને કે અંગરક્ષકને કે દ્વારપાળને કેઈને પણ ખબર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005247
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhoomketu
PublisherGurjar Prakashan Ahmedabad
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy