SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ હેમચંદ્રાચાર્ય ૧૦ * આ આખી ક્રિયા ચારિત્રબળ સજાવે છે; કારણ કે તે વખતે મન, વાણું અને કર્મ” ત્રણે એકરૂપ બને છે. માણસનું ચારિત્રબળ એ નિત્ય વિકાસ પામતું એક જાતનું સામર્થ્ય છે, કે જે સામર્થ્ય મેળવવા તેણે ઘણે પ્રયત્ન કરેલ હોય છે. યોગ વિષે કુમારપાલની શ્રદ્ધા, એનાથી આવતે જીવનમાં સંયમ, એથી ઘડાતી શક્તિઓ, અને એ સઘળાંના પરિણામ રૂપે એને થયેલું દર્શન – એ કુમારપાલના ચારિત્રને વિકાસકમ ગોઠવાએ તે, આપણે હેમચંદ્રાચાર્ય ગુરુ અને કુમારપાલ શિષ્ય, એ બન્નેને સંબંધ વધારે સારી રીતે સમજી શકીએ. આ પ્રમાણે જ્યારે કુમારપાલને હૃદયનિર્મળતા મળી હશે, ત્યારે એક અકસ્માતે એને જીવન વિષે વધારે -વ્યાપક વિચાર કરવા પ્રેર્યો હશે. તે પ્રસંગ આ - સિદ્ધરાજને અને અનેક આર્ય રાજાઓને પગલે રહીને કુમારપાલ પિતે ગુપ્તપણે નગરચર્યા કરતા. એવી નગરચર્યા દરમિયાન એક વખત એણે જોયું કે કેટલાક માણસો પશુ એને વધસ્થાન પ્રત્યે ખેંચી જતા હતા. કુમારપાલનું હૃદય * અહીં મેકડુગલના શબ્દો યાદ રાખવા જેવા છે: “Character then, is not the whole personality in its moral. aspect but it is the growing, modifiable, and in the end, the self-regulating part, which, in turn, can profoundly modify the influence upon conduct of all the other factors. And it is character, which, we chiefly need to understand, in order that we nay truly interpret personality and wisely control it, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005247
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhoomketu
PublisherGurjar Prakashan Ahmedabad
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy