SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ હેમચંદ્રાચાર્ય એ સૂત્રથી આત્મશુદ્ધિની ઝંખના થઈ લાગે છે. કુમારપાલની વિનંતિ ઉપરથી હેમચંદ્રાચાર્યે યેગશાસ્ત્ર રચ્યું, એ આ કર્યું છે તે ઘણુંખરું ભવિષ્યકાલનું છે, એ વસ્તુ ધ્યાન રાખવા જેવી છે. એ વસ્તુ એમ દર્શાવે છે, કે આ વર્ણન અમુક અંશે કવિત્વપૂર્ણ છે. વળી એ પણ ભૂલવું ન જોઈએ કે, હેમચંદ્રાચાર્યે પોતાના સમયની ઘણી કથાઓ – જે જે જૈન ગ્રંથોમાં મળી તે બધી –નો મહાવીરચરિત્રમાં ઉપયોગ કર્યો છે. અને એ રીતે જ્યાં-ત્યાં પ્રસંગ લઈને કેટલીકને બંધબેસતી બનાવી સુંદર રીતે યાજી છે. ઉદયનની કથા લઈએ તે તમાં એમણે જે પેજના કરી છે તે સ્પષ્ટ દેખાઈ આવે છે. એટલે એ દષ્ટિએ મહાવીરચરિત્રનાં અત્યંત સુંદર આલંકારિક વર્ણન શબ્દશઃ અર્થમાં લેવાનાં નથી, પણ તેમાંથી વનિ પકડવાનો છે. “અભિધાનચિંતામણિને શ્લોક આનું સૌથી સારું ઉદાહરણ બની શકે कुमारपालश्चौलुक्यो राजर्षिः परमार्हतः । मृतस्वभोक्ता धर्मात्मा मारि-व्यसनवारकः ॥ આમાં કુમારપાલને આઠ વિશેષણે લગાડયાં છે, અને એમાંનું એક વિશેષણ “પરમાહંત પણ છે. જેવી રીતે એ રાજર્ષિ હતા, ધર્માત્મા હતો, તેવી રીતે એ પરમહંત હતો. સમકાલીન સોમપ્રભસૂરિનું “કુમારપાલપ્રતિબોધ”, એ આધ્યાત્મિક વિકાસ એણે શી રીતે સાથે તેની સુંદરમાં સુંદર સોપાનપરંપરા બતાવે છે. પીટર્સને દક્કન કૅલેજમાં વ્યાખ્યાન કરતાં કહ્યું હતું કે “મેહપરાજય ” એ Pilgrim's Progress જેવું છે, “આધ્યાત્મિક વિકાસ માટે જરૂરી છે. એ જ શબ્દ “કુમારપાલ-પ્રતિબંધ' વિષે પણ કહી શકાય – અહિંસા જુગાર-પરદારાવ્યસન-મદ્યપાન-ચેરી–ધનતૃષ્ણા ત્યાગ આટલી વસ્તુ અહિંસાના વ્યાપક સ્વરૂપમાં આવી જાય છે. અને એ જેણે પ્રાપ્ત કરી તેને દેવપૂજાને અધિકાર. પછી એ દેવપૂજાનું નિત્યજીવનમાં રૂપાંતર તે દાનધર્મ. અને એવી રીતે નિત્યજીવનમાં જે માનસિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005247
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhoomketu
PublisherGurjar Prakashan Ahmedabad
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy