SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ હેમચંદ્રાચાર્ય બને પુરુષને ઘણે મેટો ફાળો છે. પ્રથમ તે કુમારપાલને “વાવર્ષે પ સુદ્ધ' (“કુમારપાલચરિત', આઠમ સર્ગ, ૩૮) વડા કરીને “ચૂકાવિહાર ” અને “મૂષકવિહાર' જેવી વાતો કરવી પિસાય પણ નહિ. કુમારપાલ એ અરાજનીતિજ્ઞ ન હતો; તેમ જ આચાર્ય હેમચંદ્રાચાર્યની ધામિક નીતિમાં પણ એવા કેઈ દોષ ન હતા કે જેથી આંતરિક વિગ્રહ ફાટવાની શક્યતા ઉત્પન્ન થાય કે ગુજરાત નબળું પડે એવું કઈ પગલું – કેવળ પ્રદર્શન ખાતર પણ – રાજા પાસે લેવરાવીને એ ગુજરાતને છિન્નભિન્ન થવા દે. હેમચંદ્રાચાર્યના શિષ્યમાં એ શક્તિ ન હતી; ને તેમણે ખુલ્લી રીતે ધર્મ અને રાજનીતિની રેખા તજી; અને એનું પરિણામ તરત આવ્યું. એટલે હેમચંદ્રાચાર્યના પિતાના જ શબ્દો (કચાશ્રય: સર્ગ ૨૦) એ બાબતમાં સ્પષ્ટ છે કે, રાજાને કરુણાધર્મ એટલા વિસ્તૃત સ્વરૂપે પ્રકટચો કે ગામડાંનાં ગામડાં કરુણાધર્મમાં આવી ગયાં. “ઠયાશ્રય”માં એણે બતાવ્યું છે તે પ્રમાણે એણે પ્રકટાવેલ અમારિ ધર્મ વિજયી નીવડયો, ને તેણે જેમ કુમારચૈત્ય તેમ કુમારપાલેશ્વર મંદિર પણ બંધાવ્યાં. એટલે હેમચંદ્રાચાર્યે કુમારપાલ ઉપર જે સ્થાયી અસર કરી તે માત્ર પૂજાવંદનાદિ બાહ્ય આચારની નહિ, પણ અંતઃકરણપ્રેરિત દયાધર્મની હતી. કુમારપાલને રાજનીતિમાં પરિવર્તન કરનાર તરીકે માન આપી શકાય. એણે દોરેલી સામાજિક કલ્યાણની રેખાઓ તો આજે પણ સૌને ઉપયોગી છે. “પરસ્ત્રી વિમુખપ્રવૃત્તિ”એ આ રાજા ખરેખરા અર્થમાં જૈન હતો; કારણ કે “અમારિ ઘોષણા'નું રહસ્ય એ કળી શક્યો હતો. અને એ જ ખરે શૈવ પણ હતા, કારણ કે યુદ્ધક્ષેત્રની રણહાક “જય સોમનાથ!” તજવાની લેશ પણ નબળાઈ એણે બતાવી ન હતી. એના જેવા સામાજિક સુધારક, કલ્યાણપ્રવૃત્તિવાળા, સંયમી ને સહિષ્ણુ નૃપતિઓ ગુજરાતની ગાદી ઉપર બહુ ઓછા થયા છે. ત્રિષષ્ઠિશલાકા’માં મહાવીરચરિત્ર લખતાં, હેમચંદ્રાચાર્યો જે વર્ણન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005247
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhoomketu
PublisherGurjar Prakashan Ahmedabad
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy