SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ હેમચંદ્રાચાર્ય તે પ્રત્યે એણે કુમારપાલને જાગ્રત કર્યો. કુમારપાલની જાગૃતિએ ગુજરાત ઉપર જે ચિરસ્થાયી સંસ્કાર મૂક્યા, તેમાં આ ધાર્મિક સિદ્ધાંતો એણે પિતાના જીવનમાં ઉતાર્યા હતા. પણ એક વાત ભૂલવી ન જોઈએ કે એ એની ઉત્તરવયમાં જૈનમતાવલંબી થયો હતો માટે “પરમાર્વત” વિશેષણ એના પહેલાંના લેખોમાં મળતું નથી એ દલીલ કુમારપાલનું જીવનચરિત્ર સમજવા માટે બરાબર નથી.. કુમારપાલની પ્રથમાવસ્થામાં એને યુદ્ધો ખેડવાં પડ્યાં હતાં. આ ઘણુંખરાં મુદ્દો સ્વરક્ષણ માટે હતાં. અમારિઘોષણના ધર્મથી આ વસ્તુ વિરુદ્ધ છે, માટે કુમારપાલના જીવનમાં સંગતિ બતાવવા, જે એ ઉત્તરાવસ્થામાં જૈનધર્મમતાવલંબી થયે હેાય એમ કહેવામાં આવતું હેય તો, એ વાતથી કુમારપાલને અન્યાય થાય છે. કુમારપાલ શરૂ આતથી જ જૈનધર્મ પ્રત્યે અભિરુચિ ધરાવનાર ને એના દર્શનમાં શ્રદ્ધાવાળે છે. એનાં મુદ્ધ એ, આચાર્ય હેમચંદ્ર એને સ્તંભતીર્થમાં છુપાવતાં કહેલ અસત્યની પેઠે, જરૂરી અને દયાધર્મથી પ્રેરિત અસત્ય. જેવાં – જરૂરી ને સ્વરક્ષણપ્રેરિત યુદ્ધો છે. અત્યારે જેમ લાંડના યુદ્ધને ગાંધીજીએ અહિંસક યુદ્ધ કહ્યું, કુમારપાલનાં ત્રણેત્રણ યુદ્ધ લગભગ એવાં છે. શ્રી એઝિા અભિનંદન ગ્રંથ – ભારતીય અનુશીલન ગ્રંથ – માં આવેલ મુનિશ્રી હિમાંશુવિજયજીને લેખ આ સંબંધમાં ઘણો સ્પષ્ટ છે: “જૈનધર્મ કી અહિંસા કે ન સમઝનેવાલે માનતે હૈ કિ જૈનધર્મ કાયર બનાતા હૈ. ઉનકા યહ અનુમાન સર્વથા મૂઠા હૈ. જૈનધર્મ મેં ગૃહ કે લિએ તો ઇતની હિ અહિંસા હૈ કિ બેગુનાહગારાં કે ન મારે. ઈસી કારણ શ્રેણિક, કણિક, ચન્દ્રગુપ્ત, સંપ્રતિ, કુમારપાલ આદિ જૈન રાજાઓને વીરતાપૂર્વક ભૂમિ કા રક્ષણ કિયા હૈ. નિરન્ના -તૂનાં ëિનાં સંવતરનેત્ એ યુદ્ધો અહિંસક હતાં; અને જે જમાનાને પિતાના મહાન નગરની રક્ષા કરવી હોય, પિતાનું ગૌરવ સાચવવું હોય, પિતાને ધર્મ પણ સાચવવો હોય, તેને વેવલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005247
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhoomketu
PublisherGurjar Prakashan Ahmedabad
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy