________________
હેમચંદ્રાચાર્ય
દેર્યો નથી. પણ જે રાજર્ષિના સામાન્ય ધર્મ છે તે અને જૈન આચારના ને ન વિચારના જે મુખ્ય રત્ન છે, કહેવું ફલિત થાય છે, કે પરમહંત થવાથી, મુનિ જિનવિજયજી કહે છે તેમ, પરમ માહેશ્વર વગેરે વિશેષણોના ત્યાગની જરૂર નથી; લગભગ એ જ રીતે કહી શકાય કે પરમાર્હત થવા કુમારપાલને – કોઈ પણ માણસને પોતાના ધર્મના સામાન્ય નિયમે તજવાની જરૂર જ ઊભી થતી નથી. માળા પહેરી હોય એવા સમ્રાટ અકબરનાં ચિત્રો છે. દારાને ઉપનિષદ વાંચતો કહેવામાં આવ્યા છે. એ એમની આ ધર્મ પ્રત્યેની વિશેષ અભિરુચિ દર્શાવે છે. પણ તેથી પોતાને કુલધર્મત્યાગ ફલિત થતો નથી. પ્રભાવક ચરિત્ર'માં કહ્યું છે કે, કુમારપાલે પોતે જિનબિંબને પિતાના મહેલમાં પધરાવવાની તૈયારી કરી ત્યારે, ભાવિના જાણનાર આચાર્યો તેને નિષેધ કર્યો.
प्रासादः स्फाटिकस्तत्र तद्योग्यः पृथिवीभृता । प्रारेभे प्रतिषिद्वश्च प्रभुभि विवेदिभिः ॥ राजप्रासादमध्ये च नहि देवगृहं भवेत् । इत्थमाज्ञामनुल्लंध्य न्यवर्त्तत ततो नृपः ॥
(પ્રભાવક ચરિત્ર, હેમચંદ્રસૂરિપ્રબંધ, ૮૧૮, ૮૧૯) રાજભવનમાં દેવગૃહ ન થાય' – આંહીં “ભાવિના જાણનાર આચાર્ય એ શબ્દ ધ્યાનમાં રાખવા જેવા છે. તે વખતે કોઈ પણ રાજકુલ પિતાને પરંપરાગત ધર્મ ત્યજીને રાજપુરુષોની સહાય મળશે એવી ખાતરી રાખી શકે નહિ. કુમારપાલે તો પોતાના પરાક્રમથી જ આંતરિક વિગ્રહો શમાવ્યા હતા. એટલે રાજનીતિને જાણનાર હેમચંદ્રાચાર્યે એને જૈનધર્મનું સઘળું જ તત્ત્વદર્શન કરાવ્યા છતાં, કોઈ પણ દિવસ, ભ થાય એટલી ત્વરાથી કે પ્રદર્શન થાય એવા હેતુથી, રાજને આગ્રહી જૈનધર્મી બનવા સલાહ નહિ આપી હોય. અને છતાં કુમારપાલ પરમહંત છે; કારણ કે જૈનદર્શનના સઘળા જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org