________________
બે બોલ [ પ્રથમવૃત્તિ પ્રસંગે]
શ્રી. આત્માનંદ જન્મશતાબ્દીના છઠ્ઠા પુષ્પ તરીકે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય રજૂ કરતાં અમને અત્યંત આનંદ થાય છે.
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય ગૂજરાતના મહાન જ્યોતિધર તેમ જ મહાન સંસ્કૃતિધર વિદ્વાન હતા, એ વિષે આજે બે મત નથી. પણ દુર્ભાગ્યની વાત છે, કે તેમના જીવન અને કવન વિષે ગૂજરાત અને ગુજરાત બહાર જૈન અને જૈનેતર પ્રજામાં ઘણા બ્રમો ફેલાયા છે. તેઓને વિષે પ્રાચીન ગ્રંથોના અવગાહન અને સંશોધન દ્વારા તૈયાર થયેલ પ્રામાણિક આધારભૂત એક જીવનગાથાની ઊણપ ઘણું એક વખતથી સૌને સાલતી હતી.
આ ઊણપ પૂરી કરવા માટે, શ્રી હેમસારસ્વત સત્ર પ્રસંગે, શતાબ્દી–સમિતિને શેઠ ચી. ન. વિદ્યાવિહારના ગૃહપતિ શ્રી. કુલચંદભાઈ દેશીએ, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યના જીવન અને તેઓશ્રીનાં સમગ્ર પુસ્તકોની આલેચના કરતા ગ્રંથ તૈયાર કરાવી સમિતિ તરફથી પ્રકાશન કરવા જના મોકલેલી. શતાબ્દી પ્રયોજક, જૈન સમાજને કલ્યાણસાધક આચાર્ય શ્રી વિજયવલભસરિજીએ તે યોજનાને સંમતિ આપી અને સમિતિએ ધન્ય પળે એ ગ્રંથરત્ન માટે મંજૂરી આપી. શ્રી. કાન્તિલાલ મગનલાલ ભાવનગરી અને શ્રી. ફૂલચંદભાઈને તે પ્રકાશિત કરવા સૂચના કરી.
આનંદની વાત છે, કે ગુજરાતના મશહૂર સાક્ષર શ્રી ધૂમકેતુએ તે ગ્રંથ રચી આપવાને સહર્ષ સ્વીકાર કર્યો.
આ ગ્રંથનું આમુખ વિદ્વદ્દવર્ય મુનિ મહારાજ શ્રી પુણ્યવિજયજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org