________________
હેમચંદ્રાચાર્ય હોય અને એમણે કુમારપાલને આશ્રય આપ્યું હોય, તે તે આશ્રયનું અને આચાર્યનું બન્નેનું મૂલ્યાંકન ફરી જાય છે. એટલે જ, જોતિષશાસ્ત્ર વિષેના હેમચંદ્રાચાર્યના જ્ઞાનને લેશ પણ અન્યાય આપ્યા વિના એમ કહેવું જોઈએ કે દંતકથાએ આચાર્ય માં રહેલ સર્વમાનવસમભાવને અન્યાય આખે છે ને સાંપ્રદાયિક અંધશ્રદ્ધાએ એ અન્યાયને વધુ તીવ્ર બનાવ્યું છે. *
કુમારપાલ આ પ્રમાણે રાજા થતાં પહેલાં ઘણી ઘણી વિટંબનાઓમાંથી પસાર થયે હતું. તેણે આખું ભારતવર્ષ પિતાના પગ નીચે ખૂદી કાઢયું હતું. પણ, એમ જણાય છે, કે એ સઘળે વખત ગુરુ હેમચંદ્રાચાર્યની સહાનુભૂતિ એના તરફ હતી. એની ગુપ્તાવસ્થામાં પણ એ બેત્રણ વખત આચાર્યને મળી ગયું હશે. એટલે કે જ્યારે જ્યારે, કાંઈક જાણું લેવાની ઈચ્છાથી, ગુજરાતમાં આવતું હશે ત્યારે ત્યારે એનું વિશ્વાસસ્થળ આચાર્યના સાંનિધ્યમાં રહેતું હશે. આથી . બુલર જે એમ લખે છે કે હેમચંદ્રા* “પ્રભાવક ચરિત્ર” પ્રમાણે “હે રાજપુત્ર! તું શાંત થા. આજથી સાતમે વર્ષ તું રાજ થઈશ.” “પ્રબંધચિંતામણિ પ્રમાણે ઉદયનના પૂછવાથી હેમચંદ્રાચાર્યે કહ્યું એમ છે. “કુમારપાલ-પ્રબંધ” પ્રમાણે અંબાદેવીને પૂછીને હેમચંદ્રાચાર્યે કહ્યું, કે “ત્રિભુવનપાલને કુમારપાલ, મહીપાલ, કીતિપાલ ત્રણ પુત્રો છે; તેમાંને કુમારપાલે તમારી પછી જગપ્રસિદ્ધ થશે અને તે સંપ્રતિ રાજાની પેઠે, પૃથ્વી ઉપર શ્રી જૈન ધર્મને પ્રચાર કરશે. વળી હે ગુણાધાર કુમાર ! તમને વિક્રમ સંવત ૧૧૯૯ ના માર્ગશીર્ષ વદ ૪ને રવિવારને દિવસે પુષ્ય નક્ષત્રમાં ત્રીજે પહેરે રાજ્ય મળશે” એમ કહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org