SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ હેમચંદ્રાચાર્યને જીવનકાળ ગુજરાતના સૌથી સમર્થ એવા બે મહાન નૃપતિઓના સમયને આવરીને પડેલે છે. એક રીતે ગુજરાતની મહત્તા સિદ્ધરાજે સિદ્ધ કરી; કુમાર પાળે તે સાચવી, પિષી, વધારી અને વધારામાં ગુજરાતના જીવન પર ચિરસ્થાયી અસર મૂકનાર જૈનદર્શનને ઉત્તેજન આપી એની સંસ્કારિતાને અમુક પ્રકારનું વલણ આપ્યું. અહીં “જેન-દર્શન એ શબ્દ ખાસ અર્થમાં વાપર્યો છે. હરેક ધર્મને એનાં બે સ્વરૂપ હોય છે. એક એને દેહ, બીજે આત્મા એક આચાર, બીજે વિચાર. એ બને વચ્ચે ન છૂટી શકે એ સંબંધ હોય છે, છતાં સાંપ્રદાયિક શ્રદ્ધા ધરાવનાર સામાન્ય જને એના આચરણને ઘણું મહત્વ આપી એના વિચારને નહિ જેવું મહત્વ આપે છે. કુમારપાળ જૈનધર્મમતાવલંબી થયે હતું એમ સિદ્ધ કરવામાં આવે છે. એ જનધર્મમતાવલંબી થયે ન હતું એમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005247
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhoomketu
PublisherGurjar Prakashan Ahmedabad
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy