SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ હેમચંદ્રાચાર્ય તેવા જ કોઈ પણ ધર્મના દેવી નહિ એવા હેમચંદ્રાચાર્યો દેશ-વિદેશના પંડિતમાં પિતાનું નામ રમતું કર્યું હતું. પાટણમાં લક્ષ્મી હતી અને સરસ્વતી ન હતી એ જમાને ચાલ્યા ગયે હતો. પાટણને પિતાનાં પાઠશાળા, મહાલ, વિદ્યાભવને, સરસ્વતીવિહારો, પિતાનું મહાન સરોવર, પિતાની મહાન નદી, પિતાને મહાન રાજા, પિતાને માન આચાર્ય, પિતાની મહાન સેના, પિતાની મહાન શક્તિ, અને પિતાને મહાન સંયમ – સઘળી વસ્તુ હતી. એ જમાનામાં એ વૈભવભર્યા ભવનમાં જે કંઈ વિષાદથી ઘેરાયેલે માણસ હોય તે તે સિદ્ધરાજ જયસિંહ હતું. એની સઘળી તત્વચર્ચા, રૂચિ, સઘળી ઘાર્મિક ભાવનાઓ – એમાંથી કેઈ વસ્તુ એના અંતરમાં પથરાયેલા ગૂઢ શેકને નિવારી શકી નહિ. સંભવિત છે કે આચાર્ય એના મનના સમાધાન માટે સેમેશ્વર the highest watermark of his spiritual capacity is. – આવી સમાધિ જેવી ચિત્તની અવસ્થામાંથી એક જ સત્ય તારવી શકાય કે માણસની શક્તિનું માપ કાઢવું એ એક પ્રકારનું અજ્ઞાન છે; ખરી રીતે એ અપ્રમેય છે. વિલિયમ જેઈમ્સ બરાબર કહે છે, કે The saintly character is the character for which spiritual emotions are the habitual centres of personal energy. | Dr. W. R. Inge કહે છે તેમ, આવા પવિત્ર પુરુષો જે વાત કરે છે તેમાં એકવાક્યતા એ છે કે એ સૌ અમુક પ્રકારના નિશ્ચય ઉપર આવે છે, તે દલીલ કે અનુમાનથી નહિ, પણ જાણે કે કોઈ આંતર અનુભવના પરિણામે આવતા હોય તેમ જણાય છે – ઈશ્વરી શક્તિ સાથે માનવશક્તિના સંસર્ગનું જ જાણે કે એ પરિણામ હાય, - Varieties of Religious Experience, William James Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005247
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhoomketu
PublisherGurjar Prakashan Ahmedabad
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy