________________
૭૪
હેમચંદ્રાચાર્ય રીતે આકર્ષીયે. જે માણસ પંડિત દેવબોધ પાસે જમીન ઉપર સાધારણ માણસની માફક બેસી જતો એમ કહેવાયું છે, તે માણસ ઉપર ખાસ અસર કરવા માટે હેમચંદ્રા ચાર્યને કેઈ રાજહેતુ મનમાં રાખવો પડ્યો હતો, એમ કહેવું એ તે એ બન્ને મહાપુરુષને અન્યાય કરવા જેવું છે. ખરી રીતે તે, હેમચંદ્રાચાર્ય અને સિદ્ધરાજ વિશ્વાસુ મિત્રો જેવા બની રહ્યા હતા. હેમચંદ્રાચાર્યે ધારણ કરેલ સર્વદર્શનસંગ્રહ એ એના લેકસંગ્રહનું એક અંગ હતે.. જે લેકે હેમચંદ્રાચાર્યની બે સ્પષ્ટ તરી આવતી પ્રતિમા ઓને જોઈ શકતા નથી, તે જ એમ માને છે કે હેમચંદ્રાચાયે દર્શાવેલે બ્રાહ્મણધર્મ પ્રત્યે આદર વગેરે રાજદ્વારી હેતુસર લેવાયેલું એક પગલું હતું, કારણ કે કુમારપાલના સમયમાં તેમણે ધાર્મિક વૃત્તિની પ્રબળતા દર્શાવી હતી. પણ, ખરી વાત એ છે, કે સાધુ હેમચંદ્રાચાર્ય માં બે હેમચંદ્રાચાર્ય છેઃ એક લોકસંગ્રહી, પ્રજાપ્રિય, કર્મયેગી સાહિત્યકાર, બીજે વિતરાગી, વિરક્ત, એકાકી, નિષ્કામી ધર્મપ્રણેતા.
કુમારપાળ ગાદી ઉપર આવ્યું ત્યારે હેમચંદ્રાચાર્યની ઉમ્મર લગભગ પચાસ ઉપરની હતી. કુદરતી રીતે એમની સાહિત્યપ્રવૃત્તિ પૂરી થઈ હતી અને હવે એમની ધાર્મિક પ્રવૃત્તિ શરૂ થઈ હતી. અને એટલા માટે તેમણે ત્યાર પછી રચેલું ઘણુંખરું સાહિત્ય ધાર્મિક છે. સેમપ્રભસૂરિએ લખ્યું છે તે પ્રમાણે, સિદ્ધરાજના સમયમાં તે તેના વિદ્વાન મિત્ર તરીકે ઘણું પ્રતિષ્ઠાભરેલું સ્થાન ભોગવતા હતા એ વિષે શંકા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org