SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ હેમચંદ્રાચાર્ય ૭૩ હેમચંદ્રાચાર્યની રાજદ્વારી કુનેહને ઉલ્લેખ કરે છે ત્યારે, તેઓ સિદ્ધરાજને અને હેમચંદ્રાચાર્યને બન્નેને અન્યાય કરે છે. શ્રી રસિકલાલ પરીખે દર્શાવ્યું છે* તેમ, હેમચંદ્રાચાયે રાજદ્વારી કુનેહથી નહિ, પ્રકૃતિથી જ સર્વધર્મસમભાવ સિદ્ધ કર્યો હોય એ સંભવિત છે. એમણે ત્યાં એવા બીજા બે વિદ્વાને જ્ઞાનદેવ અને સેમેશ્વરના દાખલા પણ આપ્યા છે, કે જેમણે “હરિહર બન્ને એક જ રૂપની પેઠે “શિવજિન બન્નેને એક જ રૂપ લેખી, એમાં ભેદ નહિ ગણશો!” કહીને પિતાની વિશાળ મતમતાંતરક્ષમતા દર્શાવી છે. હેમચંદ્રાચાર્ય વિષે તે એવા અનેક દાખલા છે કે જે એમની સર્વધર્મસમન્વયની ભાવનાને પ્રકટ કરે છે. આ એમની ભાવના સિદ્ધરાજ સિંહના રાજકાળમાં જ પ્રકટી, અને પછી કુમારપાળના સમયમાં વિલીન થઈ એમ પણ નથી. તેમ જ સિદ્ધરાજ જયસિંહની જે પ્રતિમા આપણને ઈતિહાસમાંથી મળે છે, તે જોતાં એના જે ધર્મ વિષે વિશાળ બુદ્ધિ રાજા તે જમાનામાં બીજો ન હતે. એ ઉપરાંત એ એટલે વિચક્ષણ, તેજસ્વી, વિનોદી, વિદ્યાપ્રિય અને ચંચળવૃત્તિને મહત્ત્વાકાંક્ષી પુરૂષ હતું કે કઈ પણ એક આચાર્યની અસર નીચે એ રહી શકે એ વાત જ અસંભવિત હતી, એણે તો હેમચંદ્રાચાર્યમાં તેજ જોયું, પિતાનું સ્વપ્ન એણે આ માણસની મુખમુદ્રામાં વાંચ્યું, એની વાણમાં મધુરતાભરેલી તેજસ્વિતા જોઈ, અને એ એના તરફ સહજ x Bichideliza, Introduction CCLXXXI Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005247
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhoomketu
PublisherGurjar Prakashan Ahmedabad
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy