________________
૮૪
કરી શકાય ? ઉત્તરમાં નકાર મળ અને આ રીતે બધું અનાત્મ જ છે, આત્મા જેવી વસ્તુ શેાધી જડતી નથી, એમ તેએ શ્રોતાને પ્રતીતિ કરાવી દેતા. ૧
ભગવાન બુદ્ધે રૂપાદિ બધી વસ્તુને જન્મ માની છે અને વ્યાપ્તિ કરી છે કે જે જન્ય હોય છે તેના નિરીધ આવશ્યક છે.૨ આથી અનાદિ અનત એવા આત્મતત્ત્વને બુદ્ધમતમાં સ્થાન નથી.
પૂર્વોક્ત મનેામન આત્મા સાથે બૌદ્ધસ ંમત પુદ્ગલ એટલે કે દેહધારી જીવ- જેને ચિત્ત પણ કહેવાય છે તેની તુલના કરવા કાઈ લલચાઈ જાય એમ બને. પણ વસ્તુતઃ એ બન્નેમાં ભેદ છે. બૌદ્ધમતે મન અંત:કરણ મનાયું છે અને ઇન્દ્રિયાની જેમ ચિત્તોત્પાદમાં એ પણ એક કારણ છે; એટલે મનેામય આત્મા સાથે તેની તુવના થઈ શકે નહિ, પણ વિજ્ઞાનાત્મા સાથે તેની તુલના અંશતઃ થઈ શકે છે. વિજ્ઞાનાત્મા એ સતતારિત નથી, સતત સવૈદક નથી; પશુસુપ્તાવસ્થા કે મૃત્યુવખતે તે લીન થઈ જાય છે અને ફરી પાછો સવૈદક બને છે. એ જ વસ્તુ પુદ્દગલ વિશે પણ કહી શકાય. તેને પણ સુપ્તાવસ્થામાં અને મૃત્યુવખતે નિરાધ છે. આ તુલના આંશિક એટલા માટે છે કે વિજ્ઞાનાત્મા જ ફરી પાછા જાગરિત થાય છે એમ મનાયુ' છે; પણ ખુદ્દે તા જાગરિત થનાર પુદ્ગલને કે મૃત્યુ પછી જન્મનાર પુદ્ગલને વિશે એ જ છે' કે ‘ભિન્ન છે' એ બન્ને વિધાનેામાંથી એક પણ વિધાનને ઉચિત માન્યું નથી. જો તે એમ કહે કે એ જ પુદ્ગલે ફરી જન્મ લીધા તા ઉપનિષત્સ ંમત શાશ્વતવાદનું સમર્થન થઈ જાય જે તે અનિષ્ટ છે અને જો તે એમ કહે કે 'ભિન્ન છે' તેા પણ ભૌતિકવાદીના ઉચ્છેદવાદનુ સમન થઈ જાય, જે પણુ યુદ્ધને અનિષ્ટ છે. એટલે બુદ્ધુ માત્ર એટલું જ કહે છે કે પ્રથમ ચિત્ત હતું એટલે ખીજું થયું. થનાર તે જ નથી અને તેથી ભિન્ન પણ નથી, પણ તે તેની ધારામાં છે એટલે જન્મ જરા-મરણાદિ હાઈ સ્થાયી ધ્રુવ જીવના છે એમ નહિ, પણ તે બધા અમુક કારણાને લઈને થાય છે એમ કહેવું જોઈએ એવા બુદ્ધના ઉપદેશ હતા. બુદ્ધમતે જન્મ જરા મરણુ એ બધું તા છે, પણુ તે બધાંને સ્થાયી કાઈ આધાર પણ છે એમ બોદ્દો માનતા નથી. તાપ એ છે કે ભગવાન અને ચાર્વાકારા દેહાત્મવાદ જ અમાન્ય છે એમ નહિ, પણ ઉપનિષત્સ ંમત્ત સર્વાન્તર્યામી નિત્ય, ધ્રુવ, શાશ્વત એવા આત્મા પણુ અમાન્ય છે. તેમના મતે આત્મા શરીરથી અત્યન્તભન્ન છે એમ પણ નથી અને શરીરથી તે અભિન્ન છે એમ પણ નથી, તેમને ચાર્વાકસમત ભૌતિકવાદ એકાન્ત લાગે છે અને ઉપનિષદાના ફૂટસ્થ આત્મવાદ પણ એકાન્ત જણાય છે. એમને માર્ગ તે મધ્યમમાગ છે જેને તેએ “પ્રતીત્યસમ્રુત્પાદવાદ–” અમુક વસ્તુની અપેક્ષાર્થી અમુક વસ્તુ ઉત્પન્ન થઈ એવા વાદ કહે છે. તે શાશ્વતવાદ નથી, ઉચ્છેદવાદ નથી, પણ અશાશ્વતાનુચ્છેદવાદને નામે તેમના વાદને કહી શકાય.
યુદ્ધમતે સંસારમાં સુખ દુઃખ ઈત્યાદિ અવસ્થાએ છે, કમ છે, જન્મ છે, મરણ છે, બન્ધ છે, મુક્તિ છે—આ બધુ જ છે; પણ એ બધાના ાઈ સ્થિર આધાર નથી-અવસ્થાતા નથી. એ બધી અવસ્થાએ પૂર્વ પૂર્વનાં કારણેાને લઈને ઉત્પન્ન થતી રહે છે અને એક નવા કાર્યને ઉત્પન્ન કરીને નષ્ટ
૧. સ’યુત્તનિકાય ૧૨. ૭૦. ૩૨-૩૭, દીર્ધનકાય-મહાનિકાનસુત્ત ૧૫, વિનયપિટક્ર-મહાવગ્ગ ૧. ૬, ૩૮-૪૬, ૨. * વિષિ સમુયધમ્મ સન્ન તો નિમેષષન્મ-મહાવગ ૧. ૬. ૨૯. સચ્ચે સારા અનિન્ના-ટુવાણા-અનન્તા' અંગુત્તરનિકાય તિકનિપાત ૧૩૪, ૩ સંયુત્તનિકાય ૧૨-૩૬, અંગુત્તરનિકાય ૩, દીનિકાય બ્રહ્માલ સુત્ત, સંયુત્તનિકાય ૧૨, ૧ ૭,૨૪; વિસુદ્ધિમગ્ગ ૧૭, ૧૬૧-૧૭,૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org