SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ આ પુરુષ કે ચિદામાને અજર, અક્ષર, અમૃત, અમર, અવ્યય, અજ, નિત્ય, ધ્રુવ, શાશ્વત, અનત માનવામાં આવ્યો છે.એના વિશે કઠ. (૧-૩-૧૫)માં કહેવામાં આવ્યું છે કે તે અશબ્દ, અસ્પર્શ, અરૂ , અવ્યય, અરસ, નિત્ય, અગધવત, અનાદિ, અનંત, મહ૬ તત્વથી પર, ધ્રુવ, એવા આત્માને જાણીને મનુષ્ય મૃત્યુના મુખમાંથી મુક્ત થઈ જાય છે. (૭) ભ, બુદ્ધને અનાત્મવાદ આપણે જોયું કે ચિંતકે સર્વપ્રથમ બાહ્ય દષ્ટિએ ગ્રાહ્ય એવા ભૂતને જ મૌલિક તત્વ સ્વીકારતા, પણ કાલકએ. તેઓ આમતવને સ્વીકારતા થયા. તે તવ ઇન્દ્રિયગ્રાહ્ય નહિ, પણ અતીન્દ્રિય હતું. આવા એક અતીન્દ્રિય તત્તવની ક૯૫ના જ્યારે ચિંતકેને સૂઝી ત્યારે તેને સ્વરૂપ વિશે ચિંતનમાં તેઓ લાગી જાય તે સ્વાભાવિક છે. પ્રાણ, મન અને પ્રજ્ઞાથી ૫ણ ૫ર એવા આત્માની જ્યારે ક૯૫ના થઈ ત્યારે ચિંતકે સામે નવા નવા પ્રકને આવીને ઊભા રહ્યા. પ્રાણ, મન, પ્રજ્ઞા એ તો એવી વસ્તુઓ હતી જેનું જ્ઞાન સહજ હતું, પણ આત્મા તો એથી પણુ પર મનાયો, એટલે તેનું જ્ઞાન કેવી રીતે કરવું, અને તે કે છે, તેનું શું સ્વરૂપ છે એ પ્રશ્નને ઉસ્થિત થયા. ખરી આત્મવિઘા હવે જ શરૂ થઈ અને લોકોને આ વિદ્યાને એ નાદ લાગ્યું કે તેમને આત્માની શોધમાં જ કર્તવ્યની ઈતિશ્રી જણાઈ. આ દુનિયાના કે સ્વર્ગના ભેગો તેમને એ આમસુખની અપેક્ષાએ તુચ્છ લાગ્યા અને ત્યાગ અને તપશ્ચર્યાની કઠિન યાતનાઓ તેમણે સહર્ષ સ્વીકારી નચિકેતા જેવા કુમારે મૃત્યુ પછીની આત્માની સ્થિતિ જાણવા માટે એટલા બધા આતુર બની ગયા કે તેમને આ દુનિયાનો કે સ્વર્ગની સુખ તુચ્છ લાગવા મંડયાં. મૈત્રેયી 8 જેવી સ્ત્રીઓ પોતાના પતિની મિલકતને વાર લેવાને બદલે આત્મવિદ્યાની શોધમાં પડી ગઈ અને પતિને કહેવા લાગી કે, જેના વડે હું અમર ન થઈ શકે તે લઈને હું શું કરું ? હે ભગવન, અમર બનવાનું સાધન તમે જાણતા હે તે તે મને કહે, અને કોઈ કઈ તો પિકારી પોકારીને કહેવા લાગ્યા કે જેમાં ઘુલોક, અંતરિક્ષ અને પૃથ્વી તેમ જ સર્વ પ્રાણી સાથે મન ઓતપ્રોત થયું છે તે એકમાત્ર આત્માનું જ જ્ઞાન પ્રાપ્ત કરે અને બીજી બધી વાત છેડી દો. એ આત્મા અમરપણું મેળવવા માટે સેતુ જે છે.૪ યાજ્ઞવલ્કય તો છેવટે આગળ વધીને કહે છે છે કે પતિ, પત્ની, પુત્રો, ધન, પશુ એ બધું પણ આત્માને ખાતર જ પ્રિય છે, માટે એ આત્માને જ જો જોઈએ, તેને વિશે જ સાંભળવું જોઈએ, તેને વિશે વિચાર કરવો જોઈએ, તેને વિશે જ ધ્યાન કરવું જોઈએ. એમ કરવાથી જ બધું જ્ઞાત થઈ જાય છે." આનું એક શુભ પરિણામ એ આવ્યું કે વૈદિક કર્મકાંડ પ્રત્યે ચિંતકોને વિરોધ જાગ્યો. પણ આ વિદ્યાના પણ પાછો અતિરેક થયો અને અતીન્દ્રિય આત્મા વિશે જેને જેમ ફાવ્યું તેમ ક૯૫ના કરવા લાગી ગયા. વસ્તુસ્થિતિ આવી હોવાથી ઔપનિષદ આમવિદ્યા વિશે પ્રતિક્રિયા જાગે તે સ્વાભાવિક છે. અને તેની પ્રતિક્રિયા ભ. બુદ્ધના ઉપદેશોમાં આપણને જોવા મળે છે. બધાં ઉપનિષદેનું સારતત્વ તો છેવટે એ જ છે કે વિશ્વના મૂળમાં માત્ર એક જ શાશ્વત અભિા-બ્રહ્મ તત્ત્વ છે અને એ સિવાય - ૧. કઠ ૩-૨; બહદા૦ ૪-૪-૨૦; 3-૮-૮; ૪-૪-૨૫; તા૦ ૧-૯, ઇત્યાદિ. ૨, કઠે૦ ૧. ૧, ૨૩-૨૯, ૩, બહ૦ ૨-૪-૩ ૪. મું ડક ૨-૨-૫, ૫, બહદા૦ ૪-૫-૬, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy