________________
છે એમ માનવા છતાં પ્રજ્ઞા પણ ઇન્દ્રિય વિના કશું જ કરવા સમર્થ નથી, એ વસ્તુ સ્વીકારી લીધી છે. વળી હજી પ્રજ્ઞા અને પ્રાણને એક માન્યાં હોવાથી પ્રાણથી પણ પર એવી સ્વયંપ્રકાશી પ્રજ્ઞાનું રૂપ ધ્યાનમાં ન આવે તે સ્વાભાવિક છે.
કઠેનિદમાં જ્યાં ઉત્તરોત્તર ચડિયાતા તત્ત્વની ગણતરી કરી છે ત્યાં મનથી બુદ્ધિને, બુદ્ધિથી મહતને, મહતથી અવ્યક્ત-પ્રકૃતિને, પ્રકૃતિથી પુરુષને ઉત્તરોત્તર પર-ચડિયાતાં કહ્યાં છે. આ જ વસ્તુ ગીતામાં પણ કહી છે. એ પ્રક્રિયા સાંખ્યોની છે. એ માન્યતા ઉપરથી જણાય છે કે વિજ્ઞાન પણ ચેતનને ધર્મ નહિ પણ અચેતન પ્રકૃતિને ધમ છે, એવી પ્રાચીન માન્યતા હતી, એથી વિજ્ઞાનાત્માની શોધ ક્યા છતાં આત્મા સંપૂર્ણ ચેતનરૂપે-અજગરૂપે-સિદ્ધ થયો એમ કહી શકાય નહિ. પણ પ્રજ્ઞાત્મા સુધી વિચારકે ઉડ્ડયન કર્યા પછી તેને આગળને માગ સાફ હતા, એટલે આત્મામાંથી ભૌતિક ગંધને નિમૂળ કરતાં તેને વાર લાગે તેમ હતું નહિ.
(૫) આનન્દામા
મનુષ્યના અનુભવનું વિશ્લેષણ જે કરવામાં આવે તો તેમાં તેનાં બે રૂપ સ્પષ્ટ તરી આવે છે, એક તે વસ્તુવિજ્ઞતિરૂપ છે અર્થાત્ વસ્તુનું જે જ્ઞાન થાય છે તે અનુભવનું એક રૂપ છે અને બીજુ રૂપ તે વેદના છે. એક સંવેદન છે તો બીજુ વેદન છે. વસ્તુને જાણવી તે એક રૂપ છે અને તેને ભોગવવી એ બીજુ રૂપ છે. જાણવા સાથે જ્ઞાનને અને ભેગ સાથે વેદનાને સંબંધ છે. પ્રથમ જ્ઞાન છે પછી ભોગ છે. એ વેદના પણ અનુકૂળ અને પ્રતિકૂળ બન્ને પ્રકારની હોય છે. પ્રતિકૂળ વેદનાને કોઈ પસંદ કરતું નથી. અનુકુળ વેદના સૌને ગમે છે. તે સુખ કહેવાય છે. એ સુખની પરાકાષ્ઠાને આનંદ એવું નામ અપાયું છે. બાહ્ય વસ્તુના ભાગથી નિરપેક્ષ એવી અનુકૂળ વેદના એ આત્માનું સ્વરૂપ છે અને ચિંતકેએ તેને આનન્દાત્મા એવું નામ આપ્યું છે. અનુભવના એક સંવેદનરૂપને પ્રાધાન્ય પ્રજ્ઞાત્મા અથવા વિનાનામાની કપના થઈ તો તેના બીજા રૂ૫ વેદનાને પ્રાધાન્ય આનન્દાત્માની કલ્પનાને વેગ મળ્યું હશે એવી સંભાવને થાય છે. આત્મા જેવી એક અખંડ વસ્તુનું ખંડ-ખંડ કરીને દર્શન કરવામાં આવે તે વિજ્ઞાનાત્મા અને આનન્દાત્મા જેવાં તેનાં રૂપે વિચારક સમક્ષ ઉપસ્થિત થાય તે સ્વાભાવિક છે.
વિજ્ઞાનનું લક્ષ્ય તે આનન્દ જ છે, તેથી ચિંતકેએ વિજ્ઞાનાત્માને પણ અન્તરાત્મા આનન્દાત્માને ભાવ્યો હોય તો નવાઈ નથી. વળી એક દાર્શનિક અને એક ધાર્મિક એવી બે ભાવને મનુષ્યમાં છે. દાર્શનિક જો કે વિજ્ઞાનાત્માને પ્રાધાન્ય આપે છે, પણ દાર્શનિકમાં જ રહેલો ધાર્મિક આત્મા આનન્દાત્માની કલ્પના કરીને તૃપ્તિ અનુભવે છે તેમાં આશ્ચર્ય નથી. (૬) પુરુષ, ચેતન આત્મા-ચિદાત્મા–બ્રહ્મ
અનમય આત્માથી માંડીને વિચારકે આત્માની બાબતમાં આનન્દાત્મા સુધી પ્રગતિ કરી, પણ તેની એ પ્રગતિ હજી આત્મતત્વનાં જુદાં જુદાં આવરણોને આત્મા માનીને થઈ રહી હતી, પણ એ બધાએ આત્માને પણ જે આત્મા હતો તેની શેધ કરવાની બાકી જ હતી. એ આત્માની જ્યારે
૧. કઠ૦ ૧૩.૧૦-૧૧ ૨. તૈતિરીય ૨-૫. ૩ Nature of Consciousness in Hindn Philosophy, p. 29
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org