________________
તેમાં સચવાઈ રહી છે એમ માનવું જોઈએ. વળી ઉપનિષદ એ વેદને અંતિમ ભાગ ગણાય છે એટલે કોઈ સહજે એમ માનવા લલચાય કે કેવલ વૈદિક પરંપરાના ઋષિઓએ જ આત્મવિચારણા કરી છે અને તેમાં બીજી કઈ પરંપરાને ફાળે નથી.
પણ ઉપનિષદ પહેલાંની વૈદિક વિચારધારા અને ત્યાર પછીની કહેવાતી પનિષદિક વૈદિક વિચારધારાની તુલના કરનારને બનેમાં જે મોટો ભેદ દેખાય છે તેના કારણની શોધ વિદ્વાનોએ કરી છે અને સિદ્ધ કર્યું છે કે વેદ સિવાયની અવૈદિક વિચારધારાની અસરને કારણે જ એ ભેદ પડ્યો છે. એવી અવૈદિક વિચારધારામાં જૈન પરંપરાના પૂર્વજોને ફાળે ના સૂનો નથી. એ પૂર્વે જેને આપણે પરિવ્રાજક શ્રમણોના નામથી ઓળખી શકીએ.
દેહાત્મવાદ-ભૂતાત્મવાદ
આત્મવિચારણનાં જે ક્રમિક પગથિયાં મંડાયાં હશે તેને ખ્યાલ આપણને ઉપનિષદે આપે છે. બાહ્ય વિશ્વને ગૌણ કરીને પિતામાં જે ચેતન્ય અર્થાત, વિજ્ઞાનની સ્મૃતિ અનુભવાય છે તે કઈ વસ્તુ છે એની વિચારણું મુખ્ય રૂપે ઉપનિષદોમાં કરવામાં આવી છે. બીજી બધી જ વસ્તુ કરતાં પોતાના સમસ્ત શરીરમાં જ એ રકૃતિને વિશેષરૂપે અનુભવ થતો હોવાથી સર્વ પ્રથમ પોતાના દેહને જ આત્મા અથવા જીવ માનવા વિચારકનું મન લલચાય એ સ્વાભાવિક છે. અસુરોમાંથી વરેચન અને દેશમાંથી ઈન્દ્ર પ્રજાપતિ પાસે આત્મવિજ્ઞાન લેવા માટે જાય છે, એવી કથા ઉપનિષદમાં આવે છે. પાણીના કુંડા માંના તે બનેના પ્રતિબિમ્બને બતાવીને પ્રજાપતિએ પૂછયું કે શું દેખાય છે ? તેના ઉત્તરમાં તેમણે જાયું કે પાણીમાં અમારું નખથી માંડીને શિખ સુધી પ્રતિબિંબ દેખાય છે. પ્રજાપતિએ કહ્યું કે જેને તમે જુએ છે તે જ આત્મા છે. આ સાંભળીને બને ચાલ્યા ગયા, અને રોયને અસરમાં દિલ એ જ આત્મા છે એમ પ્રચાર કર્યો. પણ ઈન્દ્રને એથી સમાધાન થયું નહિ.
તૈત્તિરીય ઉપનિષદમાં પણ જ્યાં સ્થૂ થી સૂક્ષ્મ-સૂક્ષ્મતર આત્મસ્વરૂપ ક્રમે કરી બતાવવામાં આવ્યું છે. ત્યાં સર્વ પ્રથમ અનમય અાત્માને પરિચય આપ્યો છે, અને જણાવ્યું છે કે અ-નથી પુરુષ ઉત્પન્ન થયા છે, તેની વૃદ્ધિ પણ અનથી થાય છે, અને તેને લય પણ અગ્નમાં થાય છે. આમ હવાથી એ પુરુષ અનરસમય છે. ૨આ વિચારણું દેહને આત્મા માનીને થયેલી છે.
- આ મન્તવ્યને પ્રાકૃત-પાલિ ગ્રન્થમાં “તજજીવતરછરીરવાદ” તરીકે ઓળખાવવામાં આવ્યું છે અને દાર્શનિક સૂત્રકાળમાં “દેહાત્મવાદ' તરીકે નિર્દેશવામાં આવ્યું છે. પ્રસ્તુત ગ્રન્થમાં બીજા ગણધરે આજ વિષયમાં શંકા કરી છે કે દેહ એ જ આમા છે કે તેથી ભિન્ન છે.
આ દેહાત્મવાદને જ મળતે ચારભૂત અથવા પાંચભૂતને આમાં માનનારાને વાદ પ્રચલિત હતું તેને નિર્દેશ જૈન આગમ અને બૌદ્ધ ત્રિપિટકમાં મળે છે. એમ જણાય છે કે વિચારકોએ જ્યારે દેહતત્વનું વિશ્લેષણ કરવા માંડયું હશે ત્યારે કેઈએ તેને ચારભૂતાત્મક અને કોઈ તેને પાંચભૂતાત્મક
૧. છાગ્ય ૮.૮. ૨. તૈત્તિરીય ૨.૧,૨, ૩, બ્રહ્મજાલ સુર (હિન્દી), પૃ. ૧૨; સૂત્રકૃતાંગ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org