________________
- વિચારકની દષ્ટિ બાહ્યતમાંથી હટીને જ્યારે આત્માભિમુખ બની, અર્થાત તે જ્યારે વિશ્વનું મૂળ બહાર નહિ પણ પિતાની અંદર શોધવા લાગે ત્યારે પ્રાણતત્ત્વને મૌલિક માનવા લાગ્યો. આ પ્રાણતત્વના વિચારમાંથી જ તે બ્રહ્મ અથવા આત્માદંત સુધી પહોંચી ગયે.
તે આત્મવિચારણાની ઉત્ક્રાન્તિને ઇતિહાસ ઉક્ત પ્રકારે હેવાનું સમર્થન આત્મા માટે જે વિવિધ નામે મળે છે તેથી પણ થાય છે. આચારાંગ સૂત્રમાં છવ માટે ભૂત, સત્ત્વ, પ્રાણ જેવા શબ્દોને જે પ્રવેગ મળે છે તે આત્મવિચારણાની ઉત્ક્રાંતિની સૂચના આપી જાય છે.
આ ઉત્ક્રાતિએ કેટલે કાળ લીધે હશે એ જાણવાનું આપણી પાસે સાધન નથી, કારણ કે ઉપનિષદોમાં જે વિવિધ મતો છે તે તે જ કાળે ઉસ્થિત થયા હશે એમ ન કહી શકાય, પણ એ મતની પરપરા લાંબા કાળથી ચાલી આવતી હશે, જેની નેંધ ઉપનિષદમાં લેવાઈ છે, એમ માની શકાય.
છે. આ પ્રાચીન સમયના અનાત્મવાદી એ માત્ર કોઈ એક તત્તવને જ જગતના મૂળમાં માનતા તે આપણે ઉપનિષદોના આધારે જોયું. આપણે તેમને અદ્વૈતવાદની કટિમાં મૂકી શકીએ અને તેમના મતને
અનાત્માદ્વૈત” એવું સાર્થક નામ પણ આપી શકીએ, કારણ કે તેમને મતે આત્મા સિવાયની બીજી કોઈપણ એક જ વસ્તુ જગતના મૂળમાં છે. એ અનાત્માતની જ પરંપરામાં ક્રમે કરી આત્માદ્વૈતની માન્યતાને વિકાસ થયો છે એ કહેવાઈ ગયું છે.
દાર્શનિક વિચારની એ અદ્વૈતધારાની સાથેજ હતધારા પણ વહેતી હતી એની સાક્ષી પ્રાચીન જૈન આગમો, પાલિત્રિપિટક અને સાંખ્યદર્શનાદિ આપે છે. જૈન, બૌદ્ધ અને સાંખ્યદર્શનને મતે વિશ્વના મૂળમાં માત્ર એક જ ચેતન કે અચેતન તત્વ નહિ, પણ ચેતન અને અચેતન એવાં બે તત્વ, છે, એવું એ દર્શનાએ સ્વીકાર્યું છે. જેનાએ તેને જીવ અને અજીવ નામ આપ્યું સાંખ્યએ પુરુષ અને પ્રકૃતિ કહ્યાં, અને બૌદ્ધોએ તેને નામ અને રૂપ તરીકે ઓળખાવ્યાં.
ઉક્ત દૈતવિચારધારામાં ચેતન અને તેનું વિધી અચેતન એવાં બે તો મનાય એટલે તેને તપરંપરા” એવું નામ આપ્યું છે, પણ વસ્તુત: સાંખ્યોને અને જૈનેને મતે ચેતન નાના-વ્યક્તિભેદ અનેક છે. તે બધા પ્રકૃતિની જેમ મૂળે એક તવ નથી. જેનોને મતે ચેતન જ નહિ, પણ અચેતન તવ પણ નાના-અનેક છે. ન્યાયદર્શન અને વૈશેષિકદર્શન પણ જડ-ચેતન એમ બે તને સ્વીકાર કરતાં હોવાથી દૈતવિચારધારામાં ગણાવી શકાય છે. પણ તેમને મને પણ ચેતન અને અચેતન એ બનને સાંખ્યસં મત પ્રકૃતિની જેમ એક મૌલિક તવ નથી, પણ જૈનસંમત ચેતન–અચેતનની જેમ અનેક તત્વ છે. વસ્તુસ્થિતિ આવી હોવાથી એ બધી પરંપરાને બહુવાદી અથવા નાનાવાદી કહેવી જોઈએ, બહુ વાદી વિચારધારામાં પૂર્વોક્ત બધા આત્મવાદી છે એ કહેવાની જરૂર નથી, પણું એ બહુવાદી વિચારધારામાં અનાત્મવાદીઓ પણ થયા છે એની સાક્ષી જૈન આગમ અને પાલિત્રિપિટક આપે છે. તેમાં એવા ભૂતવાદીઓનું વર્ણન આવે છે જેમાં ચાર કે પાંચ ભૂતને વિશ્વના મૂળમાં માનતા
I ૧૩ છાન્દગ્ય ૧,૧૧.૫; ૪.૩.૩; ૩.૧૫,૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org