________________
થઈ છે. પ્રથમ આપણે જીવના અસ્તિત્વ વિશેની ભારતીય દર્શનેની વિચારણા વિશે વિચાર કરી લઈએ.
બ્રાહ્મણોના અને શ્રમના વધતા જતા આધ્યાત્મિક વલણને લઈને જે લેકે આત્મવાદના વિરોધીઓ હતા તેમનું સાહિત્ય સુરક્ષિત રહ્યું નથી. બ્રાહ્મણેએ અનામવાદીઓ વિશે જે કાંઈ કહ્યું છે તે કેવળ પ્રાસંગિક છે અને તેને જ આધારે વેદકાળથી માંડીને ઉપનિષત્કાળ સુધીની તેમની માન્યતાઓ વિશે ક૯પને કરવી રહી અને તેથી અગળ જઈ જેનાના આગમ અને બૌદ્ધોના ત્રિપિટકના આધારે ભગવાન મહાવીર અને બુદ્ધના કાળ સુધી અનાત્મવાદીઓની શી માન્યતાઓ હતી તે જાણવા મળે છે. દાર્શનિક સૂત્રો જ્યારે રચાયાં ત્યારે અનાત્મવાદીઓએ પિતાની માન્યતાનું નિરૂપણ બહપતિસૂત્રમાં કર્યું, એમ દાશનિક ટીકા ગ્રન્થોને આધારે કહી શકાય છે પણ તે મૂળ સૂત્રમ9 દુર્ભાગ્યે ઉપલબ્ધ નથી. આવી સ્થિતિ હોવાથી અનામવાદીઓ વિશેની સામગ્રીને આધારે મુખ્યરૂપે વિરોધી ગ્રન્થ જ હોઈ તેને ઉપયોગ સાવધાનીથી કરવો જોઈએ, કારણ કે વિરોધીઓએ કરેલાં વર્ણનેમાં થોડીઘણી એકદેશીયતા હોવાનો સંભવ રહે છે.
પ્રથમ ગણધર ઈન્દ્રભૂતિ સાથેના વિવાદમાં મુખ્ય પ્રશ્ન છે જીવના અસ્તિત્વને. ગણધર ઇન્દ્રભૂતિ દ્વારા વ્યક્ત થતું દૃષ્ટિબિન્દુ ભારતીય દર્શનેમાં ચાવક અથવા તે ભૌતિક દર્શનને નામે ઓળખાય છે. અનાત્મવાદી ચાર્વાકે “આત્માને સર્વથા અભાવ છે એમ કહેતા નથી, પણ તેમના મતનું તાત્પર્ય એવું છે કે જગતના મૂળમાં જે એક કે અનેક તો છે તેમાં આત્મા જેવું સ્વતંત્ર નરવ નથી, અર્થાત તમને મતે આત્મા એ મૌલિક તત્વ નથી. આ જ વસ્તુને ધ્યાનમાં રાખીને ન્યાયવાતિકકાર ઉદઘોલકરે કહ્યું છે કે સામાન્ય રીતે આત્માના અસ્તિત્વ વિશે દાર્શનિકમાં વિપ્રતિ પત્તિ-વિવાદ છે જ નહિ, પણ વિવાદ જે હોય તે તેના વિશેષ સ્વરૂપમાં છે. એટલે કે કઈ શરીરને જ આત્મા માને છે. કોઈ વૃદિર જ આત્મા માને છે, કોઈ ઈન્દ્રિયે કે મનને આત્મા માને છે અને કેાઈ સંધાતને આત્મા માને છે, અને કેઈ એ બધાથી ભિન્ન સ્વતંત્ર આત્માનું અસ્તિત્વ સ્વીકારે છે.
મનુષ્યમાં જ્યાં સુધી વિચારને વિકાસ ન થતા હોય ત્યાં સુધી તે બાહ્યદષ્ટિ રહે છે અને જ્યાં સુધી તે બાધદષ્ટિ રહે છે ત્યાં સુધી બાહ્ય ઈન્દ્રિયે વડે ગ્રાહ્ય એવાં તને જ મૌલિક માનવા પ્રેરાય છે. એ જ કારણ છે કે ઉપનિષદોમાં એવા ઘણુ ચિંતકો મળે છે, જેમને મતે જલર વાયુ જેવાં ઈન્દ્રિયગ્રાહ્ય ભૂતા વિશ્વના મૂળમાં મનાય છે. આત્મા જેવી વસ્તુને તેમણે મૂળ તત્ત્વમાં સ્થાન આપ્યું નથી, પણ એ ભૌતિક મૂળ તોમાંથી જ આત્મા કે ચેતન્ય જેવી વસ્તુની સૃષ્ટિ સ્વીકારી છે. બાહ્ય દૃષ્ટિ છોડીને મનુષ્ય જ્યારે વિચારક્ષેત્રમાં પ્રવેશ કર્યો ત્યારે ઇન્દ્રિયગ્રાહ્ય તને મૌલિક તસ્વરૂપે ન માનતાં અસત, સત,૫ કે આકાશ જેવાં બુદ્ધિમાહ્ય, છતાં બાહ્ય તત્તવોને મૌલિક તત્વરૂપે સ્વીકાર્યા હોય એ સંભવ છે અને તેવા અતીન્દ્રિય તત્તમાંથી જ આત્માની ઉપપત્તિ કરી હેમ એમ સંભવે છે.
૧. ન્યાયવાર્તિક પૂ૦ ૩૩૬ ૩.૧૯૦૧; તૈત્તરીય ૨.૦ ૫. છ
૨બહદારણ્યક ૫.૫.૧ ૩. છાગ્ય ૪.૩ ૪. છાગ્ય ગ્ય ૬.૨ ૬. છાગ્ય ૧૯.૧ ૭.૧૨,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org