________________
૭૦
૫ આ ભવ પરભવનું સાદસ્ય ૬ બંધ-મેક્ષનું અસ્તિત્વ ૭ દેવાનું અસ્તિત્વ ૮ નારકનું અસ્તિત્વ ૯ પુણ્ય-પાપનું અસ્તિત્વ ૧૦ પરલોકનું અસ્તિત્વ ૧૧ નિર્વાણનું અસ્તિત્વ
આ અગિયારે શંકાસ્થાનેને આપણે ગૌણમુખ્ય ભાવે વહેચી નાખીએ તે તેમાં ૧-ભૂતાનું અસ્તિત્વ, ૨-જીવનું અસ્તિત્વ, ૩-કમનું અસ્તિત્વ, ૪-બંધનું અસ્તિત્વ, ૫-નિવણનું અસ્તિત્વ, અને ૬-પરલોકનું અસ્તિત્વ-એ છ શંકાસ્થાને મુખ્ય છે, અને બાકીનાં બધાંએ છનાં જ અવાક્તર શંકાસ્થાને છે.
- ઉક્ત છ શંકાસ્થાનેને પણ સંક્ષેપ કરવો હોય તો જીવ, ભૂત અને કમ એ ત્રણમાં કરી શકાય છે, અને તેને પણ સંક્ષેપ છવ અને કર્મમાં કરી શકાય છે કારણ કર્મ એ ભૌતિક પણ છે. તાત્પર્ય એ છે કે જીવ અને કર્મના સંબંધને લીધે જ બંધ-વિશ્વપ્રપંચ છે અને તેમના વિયોગને લીધે જ જીવને મેક્ષ છે. બંધની તરતમાતાને આધારે દેવ-નારકની કલ્પના છે, પરલોકની કલપના છે, પુણ્યપાપની ક૯૫ના છે; અને આ ભવનું પરભવ સાથે સાદસ્ય છે કે નહિ એ શંકાને આધાર પણ છવ-કમને સંબંધ જ છે. સંક્ષેપમાં સંસાર અને મોક્ષની કલ્પના પણ જીવ અને કર્મની કલ્પના ઉપર જ આધાર રાખે છે. એટલે મુખ્ય પ્રશ્ન જીવ અને કર્મનું અસ્તિત્વ છે કે નહિ એ જ છે. એ મુખ્ય પ્રશ્ન સાથે પરાકવિચાર સંકળાયેલો છે, એટલે આ વિષયપ્રવેશમાં આત્મા કર્મ અને પરલોક એ ત્રણ મુદ્દાઓની આસપાસ બધી ચર્ચાને ગોઠવીને આગળ અતિહાસિક અને તુલનાત્મક દષ્ટિએ વિચારણા કરવામાં આવી છે,
(અ) આત્મવિચારણું
અસ્તિત્વ
પ્રથમ ગણધર ઇન્દ્રભૂતિએ જીવના અસ્તિત્વ વિશે શંકા ઉઠાવી છે અને ત્રીજા ગણધર વાયુભૂતિએ જવ શરીરથી ભિન્ન છે કે નહિ એ વિશે શંકા કરી છે, એટલે સહજ પ્રશ્ન થાય છે કે આ બે શંકાઓમાં શા ભેદ છે ? આને ઉત્તર એ બન્ને સાથેના વાદમાંથી મળી રહે છે. કોઈપણ વસ્તુ વિશે વિચાર કરવામાં આવે ત્યારે તેના અસ્તિત્વને પ્રશ્ન સૌથી પ્રથમ વિચારણીય બને છે અને પછી જ તેના સ્વરૂપને પ્રશ્ન ઊઠે છે. તદનુસાર પ્રસ્તુતમાં પણ પ્રથમ ગણધર ઇન્દ્રભૂતિની ચર્ચામાં મુખ્યરૂપે જીવનું અસ્તિત્વ છે કે નહિ એ ચર્ચવામાં આવ્યું છે. ઇન્દ્રભૂતિનું કહેવું હતું કે જીવ કઈ પ્રમાણથી સિદ્ધ થઈ શકતો નથી, પણ ભગવાન મહાવીરે જીવની પ્રમાણુથી સિદ્ધિ થઈ શકે છે એ બતાવ્યું અને એ પ્રકારે જીવનું અસ્તિત્વ સિદ્ધ થયું. પણ જીવનું અસ્તિત્વ સિદ્ધ થયા છતાં એ પ્રશ્ન તો રહે જ છે કે જીવનું સ્વરૂપ કેવું માનવું ? શરીરને જ જીવ કેમ ન માનો ? આ ચર્ચા ત્રીજા ગણધર વાયુભૂતિએ ઉઠાવી છે. તાત્પર્ય એ છે કે પ્રથમ અને તૃતીય ગણધરની ચર્ચા જીવના અસ્તિત્વ અને તેના સ્વરૂપની આસપાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org