________________
૬૮ મહાવીરે કરાવેલા સાક્ષાત્કાર અને તેના જેવી બીજી કેટલીક હકીકતાને શ્રદ્ધાપ્રધાન એટલે શ્રદ્દાગમ્ય અથવા પ્રત્યક્ષ પ્રતીતિથી પર જ માનવી રહી.
આચાર્ય જિનભદ્ર અને ટીકાકાર આચાર્ય હેમચંદ્રની સમક્ષ જે દાનિક ગ્રન્થા હતા એ બધાની શૈલીની અસર એ બન્ને લેખા ઉપર પડી છે. શંકા ઉપસ્થિત કરવામાં બન્ને પક્ષની સખળતા બતાવવી આવશ્યક છે, અન્યથા શંકાનું ઉત્થાન જ સંભવે નહિ. પ્રાચીન દાર્શનિક સૂત્ર-ભાષ્ય ગ્રન્થામાં બે વિરાધી પક્ષોની સમબળતાના ઉલ્લેખ કરીને શંકા ઉપસ્થિત કરવાના પ્રધાત (રિવાજ) હતા. એમાંથી જ પ્રેરણા લઈને પ્રસ્તુતમાં પણ ગણુધરાની શંકાઓને તે જ પ્રકારે ઉપસ્થિત કરવામાં આવી છે અને પછી જેમ સૂત્રમાં સમાધાન કરવામાં આવતું તેમ અહીં પણુ આચાર્ય જિનભદ્ર ભ. મહાવીર દ્વારા શંકાનું
સમાધાન કરાવે છે.
મૂળ ભાષ્ય અને ટીકાની શૈલી આવી છતાં પ્રસ્તુત ગુજરાતી ભાષાન્તરમાં એ શૈલીનું રૂપાંતર સંવાદાત્મક શૈલીમાં કરી દેવામાં આવ્યું છે એ વિશે આગળ કહેવાઈ જ ગયું છે.
શંકાના આધાર
એ તા પ્રથમ કહેવાઈ ગયું છે કે, ભગવાન મહાવીરના પ્રથમ પરિચય વખતે પ્રત્યેક ગણધરના મનમાં જીવાદિ વિશે સંશય હતા એવુ સર્વપ્રથમ કથન આપણને આવશ્યકનિયુક્તિમાં જ મળે છે. આગમમાં એ બાબતમાં કશું જ મળતું નથી. આચાર્ય ભદ્રબાહુએ ગણુધરાના મનની શકાએ ઉપજાવી કાઢી છે, અથવા તેમને પણ એ બાબત પરંપરાથી પ્રાપ્ત થઈ છે, આ બાબતમાં એકતર નિણૅય કરવાનું આપણી પાસે કાંઈ સાધન નથી. આચાર્ય ભદ્રબાહુ આવશ્યક નિયુક્તિના પ્રારંભમાં એ વસ્તુના સ્વીકાર કરે છે કે તે સામાજિકની નિયુક્તિ આચાય પર પરાથી જે પ્રકારે પ્રાપ્ત થઈ છે તે પ્રમાણે કરશે, પર ંતુ એના અર્થ એમ તા નથી કે આમાં જે કાંઈ લખવામાં આવ્યુ છે તે બધું જ અક્ષરશઃ ગુરુપર’પરાથી પ્રાપ્ત થયેલું છે. પ્રસ્તુત ગણુધરેાની શંકાએ વિશે મેાટુ' બાધક પ્રમાણુ તા એ છે કે ચતુર્દશપૂર્વધર ભદ્રબાહુકૃત મનાતા કપસૂત્રમાં એ બાબતને ઇશારા સુદ્ધાં નથી. એટલે એ છાબત વિશે જે સભાવના દીસે છે તેના નિર્દેશ આવશ્યક છે. ઘણું જ સંભવ છે કે આગમના ગ ંભીર અભ્યાસને પરિણામે તત્કાલ ચર્યાતા દાર્શનિક મુદ્દાએને તેમણે ગધરાની શંકાને બહાને સાંકળી લીધા હેાય. સામાન્ય રીતે દાર્શનિક ચર્ચા બ્રાહ્મણામાં થતી, અને બ્રાહ્મણોનાં મુખ્ય શાસ્ત્રો વેદ હતાં, તેથી આચાર્ય ભદ્રબાહુએ એ શંકાના સબંધને પણ વેદનાં વાકયા સાથે સાંકળવામાં કૌશલ્ય જ દાખવ્યું છે એમ કહીએ તે તેમાં ઔચિત્યભંગ નથી જ થતા.
આચાર્ય ભદ્રબાહુ પછીના દિગંબર ગ્રન્થામાં પણ કમાંક કયાંક ગણુધરેાની જીવાદિ વિશેની શકાના ઉલ્લેખ મળે છે તેથી પણ એમ કહી શકાય છે કે આચાર્ય ભદ્રબાહુના સમયમાં અને ત્યાર પછી પણુ આ માન્યતાએ ઊંડાં મૂળ નાખી દીધાં હતા.૪
૧. ગા૦ ૧૮૬૯ ૨. ન્યાયમૂત્ર અને ભાષ્ય-૨૨૪૦; ૨.ર.૧૩૬ ૩.૧,૧. બ્રહ્મ૦ શાંકરભાષ્ય, ૧.૧.૨૮ આદિ ૩. આવ∞ નિરુ ગા૦ ૮૭ (પુષ્પદંત) ૯૭,૬; ત્રિલેાકપ્રજ્ઞપ્તિ ૧,૭૬-૭૯,
Jain Education International
૨૨.૫૮; ૩.૧.૧૯; ૩.૧,૩૩; ૪. મહાપુરાણુ
For Private & Personal Use Only
www.jainelibrary.org