SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ પિતાની અને વિરોધીની વાતને સ્વયં કહે છે. પ્રસ્તુતમાં આચાર્ય જિનભદ્ર ભગવાન મહાવીરને મુખ્ય વક્તા બનાવ્યા છે એટલે તેઓ જ ગણધરોના મનમાં જે જે દલીલે ઊડી શકે તેનો ઉલ્લેખ કરે છે અને તેને રદિયે આપતા જાય છે. અગિયાર ગણધરો સાથેના વાદમાં આ શૈલી જ અપનાવવામાં આવી છે. આખા વાદની ભૂમિકા ભગવાન મહાવીર સર્વજ્ઞ હતા અને તેઓ સૌના સંશોનું જ્ઞાન કરવા અને તે બધાનું નિવારણ કરવા સમર્થ હતા એ છે; એટલે ગણધરના મઢે પોતાની શંકા કહેવરાવવાને બદલે સ્વયં ભ0 મહાવીર ગણધરોના મનમાં રહેલી શંકાઓને અનુવાદ કરીને તેને નિવારે તે વધારે સંગત બને, આથી ભગવદ્ગીતાના કષ્ણજિનસંવાદની શૈલી અપનાવવાને બદલે પ્રતિવાદીના મનમાં રહેલી શંકાને ઉલ્લેખ કરીને નિવારણ કરવાની શૈલી પ્રસ્તુતમાં વધારે અનુકૂળ છે; તેથી આચાર્ય સંવાદને બદલે એ જ શૈલીનું અનુસરણ કર્યું છે. એટલે જ પ્રત્યેક વાદના પ્રારંભમાં જ્યારે ઇન્દ્રભૂતિ વગેરે ભગવાનની સામે ઉપસ્થિત થાય છે ત્યારે તેઓ કાંઈ બલવાનું શરૂ કરે તે પહેલાં જ ભગવાન મહાવીર તેમને નામ-શેત્રતી બોલાવીને તેમના મનમાં રહેલી માત્ર શંકાને જ નહિ, પણ તે શંકાની આધારભૂત દલીલોને પણ ઉલ્લેખ કરી દે છે.' અહીં એક વાત એ પણ ધ્યાનમાં રાખવા જેવી છે કે આચાર્ય જિનભદ્ર પ્રસ્તુત ગણધરવાદની રચના નિર્યુક્તિને આધારે કરી છે, એટલે નિયંતિની જે શૈલી હોય તેનું અનુસરણ કરવું એ પ્રાપ્ત હતું. અને નિર્યુક્તિની પ્રસ્તુત વાદની માંડણ જોતાં આચાર્ય જિનભદ્ર માટે સંવાદાત્મક શૈલીને આશ્રય લઈ શકાય તેમ હતું જ નહિ, પણ ઉપર કહ્યું તેમ, ભગવાનની સર્વજ્ઞતાને આગળ કરીને પ્રત્યેક વાદની ચર્ચાને પ્રારંભ કરવો અનિવાર્ય હતો. એટલે આચાર્ય જિનભદ્ર મૂળ નિર્યુક્તિનું રાખીને પૂર્વોતર-પક્ષની દલીલે માત્ર પિતાના તરફથી ઉમેરીને વિવિધ વાદોની ચર્ચા કરવાનું ઉચિત માન્યું. ભગવાનની સર્વજ્ઞતાને આધાર બનાવીને ચર્ચા કરી છે છતાં પણ આખી ચર્ચા શ્રદ્ધાપ્રધાન નહિ પણ તર્કપ્રધાન બની છે, એ વસ્તુ વિદ્વાનેના ધ્યાનમાં આવ્યા સિવાય રહેશે નહિ. જિજ્ઞાસુના મનમાં રહેલી શંકાનું સમાધાન તર્કને બળે કર્યા પછી જ કેટલેક ઠેકાણે પિતાની સર્વજ્ઞતાને ઉલેખ કરીને ભગવાન મહાવીર તે તે વસ્તુને સ્વીકારવા આગ્રહ કરે છે. એથી તે એટલું જ સિદ્ધ થાય છે કે માત્ર આગમવાકય નહિ પણ તર્કશુદ્ધ આગમવાકયને પ્રમાણ માનવું જોઈએ. એટલે આખી ચર્ચા આગમમૂલક હોવા છતાં એની શુદ્ધિ તર્કથી કરવામાં આવી હોવાથી એ ચર્ચા આગમિકને બદલે તાર્કિક જ બની ગઈ છે અને આગમ ગૌણ બની ગયું છે. જેમ કૃષ્ણ સ્વયં હોવા છતાં અર્જુનને માત્ર શ્રદ્ધાથી નહિ, પણ તર્કપુર:સર દલીલો કરીને યુદ્ધ કરવાની પ્રેરણા કરે છે, તે જ પ્રમાણે ભગવાન મહાવીરે દલીલ આપીને પોતાના મતવ્યને રજૂ કર્યું છે અને ગણધરની શંકાઓનું નિવારણ કર્યું છે. તર્કપુર:સર દલીલો ઉપરાંત જેમ ગીતામાં ભ. કૃષ્ણ પોતાના વિરાટરૂપને પણ સાક્ષાત્કાર કરાવી આપવાનું ઉચિત માન્યું છે, તેમ ભગવાન મહાવીરે પણ અનેકવાર પોતાની સર્વજ્ઞતાનું કથન કર્યું છે. ભ. કૃષ્ણના વિરાટરૂપને સાક્ષાત્કાર અજુને કર્યો એમ ગીતાકાર કહે છે, છતાં પણ આધુનિક વિદ્વાને જેમ એ બાબતને માત્ર શ્રદ્ધાપ્રધાન માને છે તે જ રીતે પોતાની સભામાં ઉપસ્થિત દેવોને ભ. ૧. જુઓ ગાવ ૧૫૪૯–૧૫૫૩; ૧૬૦૯ ઇત્યાદિ; ૧૬૪૮ ઇત્યાદિ ૨. ગા) ૧૫૬૩, ૧૫૭૭ ઇત્યાદિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy