SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ આવેા જ ખીન્ને પ્રસ ંગ ત્યાં જ વર્ણવેલા છે. ગૌતમ પેાતાના ઋદ્ધિબળે અષ્ટાપદારોહણ કરે છે અને વળતાં તાપસાને દીક્ષા આપી ઋદ્ધિબળે અષ્ટાપદ ઉપર આરોહણુ કરાવીને તીર્થંકરાનાં દર્શન કરાવીને ઋદ્ધિબળે પારણું કરાવે છે. એ બધા તાપસેને પણ ગૌતમ પ્રત્યેની ભક્તિના અતિરેકથી તેના ગુણાનું ચિંતન કરતા કરતા ભગવાનના મુખદર્શન માત્રથી કેવલજ્ઞાન ઉત્પન્ન થયું, અને ભગવાનના સમવસરણમાં ગાગલી જેમ જ બન્યું. આથી પણ વિશેષરૂપે ગૌતમને ખેદ થયેા કે પોતાને કૈવલજ્ઞાન કેમ થતું નથી ! આ જ પ્રસ ંગે ભગવાને ગૌતમને આશ્વાસન આપ્યુ કે હૈ રાખા; આપણે અને સમાન થઈશું. કથાકારનુ અને લગભગ બધા આચાર્યોનું માનવું છે કે ગૌતમને ભગવાન પ્રત્યે જ દૃઢ રાણ હતા તે જ તેના કૈવલજ્ઞાનમાં બાધક હતા. જે ક્ષત્રે તે દૂર થયા તે જ ક્ષણે તેને કૈવલજ્ઞાન થયું. અને એ ક્ષણ તે ભગવાનના નિર્વાણુ પછીની હતી. તે પ્રસ ંગનું વર્ણન કરતાં આચાર્ય હેમચન્દ્ર કહે છે કે તે રાત્રે જ પોતાના મેક્ષ જાણીને પ્રભુએ વિચાર્યું કે ગૌતમના મારા પ્રત્યેના દૃઢ રાગને કારણે જ તેને કૈવલજ્ઞાન થતુ નથી, માટે એ રાગને છેદી નાખવાના ઉપાય કરવા જોઈએ. આમ વિચારી તેમણે ગૌતમને નજીકના ગામમાં દેવશર્માને પ્રતિબેધિ આપવા મેલ્યા. તે પાછા આવે એટલામાં તા ભગવાન નિર્માણ પામી ગયા. એ સાંભળીને પ્રથમ તેા તેમને દુઃખ થયુ` કે છેલ્લી ઘડીએ પ્રભુએ શા માટે મને અળગા કર્યાં, પણ છેવટે તેમણે વિચાર્યું કે હું જ. અત્યાર સુધી ભ્રાંતિમાં હતા, નિમ મ અને વીતરાગ પ્રભુમાં મેં રાગ અને મમતા રાખ્યાં; મારાં રાગ અને મમતા જ માધક છે. આમ વિચારે ચડતાં તે કેવલજ્ઞાન પામ્યા.૧ ખરી રીતે આ બધી કથાઓની ઉત્પતિ ભગવતીસૂત્રના ઉક્ત એક જ પ્રસંગને આધારે થઈ જાય છે, કારણકે તેમાં ખાસ કરીને કહેવામાં આવ્યું છે કે ગૌતમના ભગવાન પ્રત્યે દૃઢ રાગ હતા, તેઓના સંબંધ પૂર્વ જન્મમાં પણ હતા, અને તેએ બન્ને આગળ ઉપર પણ એક જ જેવા થવાના હતા. ૧૦. વિષયપ્રવેશ શૈલી પ્રાચીન ઉપનિષદમાં અગર ભગવદ્ગીતામાં જે પ્રકારની સંવાદાત્મક શૈલી જોવામાં આવે છે અથવા તા જૈન આગમે! અને બૌદ્ધ ત્રિપિટકમાં જે વિવિધ સંવાદેની રચના કરવામાં આવી છે તે પ્રકારના સંવાદોની રચના કરીને આચાય જિનભદ્રે ગણુધરવાદ' નામના પ્રકરણની રચના કરી નથી, પણ તત્કાળમાં પ્રસિદ્ધ દાનિક ગ્રન્થામાં દનના વિવિધ વિષયાની ચર્ચા જે શૈલીએ કરવામાં આવતી હતી તે જ શૈલીના આશ્રય પ્રસ્તુત ગણધરવાદ'ની રચનામાં લીધે છે. એ શૈલીની વિશેષતા એ છે કે ગ્રન્થકર્તા સ્વયં પોતાના મંતવ્યને રજૂ તા કરે છે, પણ સાથે જ પ્રતિસ્પર્ધી ના મનમાં તેથી વિરુદ્ધ જે પ્રકારની દલીલા ઊઠવાના સંભવ હેાય તેના પણ પે!તે જ પ્રતિવાદીની વતી ઉલ્લેખ કરીને રદિયો આપતા જાય છે. સંવાદશૈલીનેા આશ્રય લેવામાં આવે છે ત્યાં બન્ને વ્યક્તિએ પાતેપેાતાનુ મતવ્ય સ્વયં રજૂ કરે છે. પણ આ શૈલીમાં એક જ વ્યક્તિ વક્તા હોય છે અને તે જ ૧. ત્રિપુષ્ટિ૦ પર્વ ૧૦, સગ ૧૩. ૨. ભગવતીસૂત્ર ૧૪. ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy