SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫ આટલી સામાન્ય હકીકતને આધારે કલ્પસૂત્રના અનેક ટીકાકારોએ એ પ્રસંગને આલંકારિક ભાષામાં અનેક રીતે વર્ણવ્યા છે. પણ ભાષાના અલંકારે બાદ કરતાં તેમાં વિશેષ નવી હકીકત મળતી નથી. વિશેષાવશ્યકભાષ્યકારે ગણધરોની શંકાની સૂચના પકડીને તેને વાદનું રૂપ આપ્યું છે અને તેને અનુસરી આવશ્યક-નિયુક્તિને અને ક૯પસૂત્રના ટીકાકારે પણ તે પ્રસંગે વાદની રચના કરે છે. એ આખો વાદ તો આ પ્રસ્તુત અનુવાદ ગ્રંથમાં આપવામાં આવ્યા જ છે તેથી તે વિશે અહીં વિશેષ વિવેચન અનાવશ્યક છે. ગણધરોના જીવન વિશે જ કાંઈ નવી હકીક્ત પછીના ગ્રન્થામાં મળે છે તેની નોંધ કરીને આ આ પ્રકરણ પૂરું કરી લઈએ. આચાર્ય હેમચન્દ્ર ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર તત્કાળમાં પ્રસિદ્ધ કથાનુગનું દહન કરીને લખ્યું છે એટલે તેમાં આવેલ હકીકતને આધારે જ અહીં લખવું ઉચિત છે. તેમાં પણ ઇન્દ્રભૂતિ ગૌતમ સિવાયના બીજા ગણધરે વિશે વિશેષ કશું જ મળતું નથી, એટલે ઇન્દ્રભૂતિ ગૌતમના જીવનની જે નેધવા યોગ્ય બાબત છે તેની જ નોંધ અહીં કરી છે. ભગવાનને છદ્મસ્થાવસ્થામાં સુદંષ્ટ્ર નામના નાગકુમારે ઉપસર્ગ કર્યા હતા, તે મરીને એક ખેડૂત થયા હતા. સુલભધિ જીવ જાણીને ભગવાને ગૌતમ ઇન્દ્રભૂતિને એ ખેડૂત પાસે ઉપદેશ દેવા મોકલ્યા. ગૌતમે ઉપદેશ આપીને તે ખેડૂતને દીક્ષા આપી. પછી તેને પિતાના ગુરુ ભગવાન મહાવીર પાસે તેમના અતિશયોનું વર્ણન કરીને લઈ જવા લાગ્યા. ભગવાન મહાવીરને જોતાં જ તે ખેડૂતને પૂર્વભવના વિરના કારણે તેમના પ્રત્યે ઘણુ થઈ અને જો આજ તમારા ગુરુ હોય તે મારે તમારું કામ નથી' એમ કહી ચલિત થયે. આનું કારણ પૂછતાં ભગવાને તેના પૂર્વભવને સંબંધ જણાવતાં કહ્યું કે, મેં ત્રિપુછઠના ભવમાં જે સિંહને માર્યો હતો, તેને જીવ એ ખેડૂત થયેલ છે. તે વખતે ક્રોધથી બળતા તે સિંહને તે મારા સારથિરૂપે આશ્વાસન આપ્યું હતું. તેથી તે સિંહ ત્યારથી તારા ઉપર નેહવાળે અને મારે ઉપર દૈષવાળા થયા હતા.'—પર્વ ૧૦, સર્ગ ૯. આ ઘટનાનું મૂળ શોધવું હોય તો, ભગવતીસૂત્રમાં મળી આવે છે, જ્યાં ભગવાન સ્વયં ગૌતમને કહે છે કે, આપણે સંબંધ કાંઈ નવો નથી, પણ પૂર્વજ-મથી ચાલ્યા આવે છે. સંભવ છે કે, આ કે આવા કોઈ ઉદ્દગારને પકડી લઈને કથાકારોએ મહાવીર અને ગૌતમને આ કથામાં જણાવેલ સંબંધ બેસાડયો હોય. આ જ પ્રકારે, અભયદેવાદિ ટીકાકારે ભગવતીના એ જ પ્રસંગને ગૌતમના આશ્વાસનરૂપ ગણો છે. તેના અનુસંધાનમાં પણ જે કથાની રચના કરવામાં આવી છે, તે આ પ્રકારે છે. ગૌતમે પૃષ્ઠચંપાના ગાગલી રાજાને તેનાં માતા પિતા સાથે દીક્ષા આપી હતી અને એ બધાં ભગવાનને વંદના કરવા પૃષ્ઠચંપાથી ચંપા જઈ રહ્યાં હતાં. તે દરમ્યાન તેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. પણ તે બાબતની ખબર ગૌતમને હતી નહિ. એટલે તેઓ ભગવાનની પ્રદક્ષિણ કરી જ્યારે કેવલી પરિષદમાં બેસવા જિવા લાગ્યા ત્યારે ગૌતમ કહેવા લાગ્યા કે “પ્રભુને વંદણું તે કરે.' આ સાંભળી ભગવાને ગૌતમને કહ્યું કે “તેં કેવલીની આશાતના કરી છે.' આ સાંભળી ગૌતમે પ્રાયશ્ચિત કર્યું, પણ તેમને મનમાં ખેદ થયો કે મારા શિષ્યોને તે કેવલજ્ઞાન થઈ જાય છે. તે શું મને કેવલજ્ઞાન નહિ થાય ? ૧. ત્રિષષ્ઠિર પર્વ. ૧૦, સર્ગ ૯, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy