SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ . ૬૧ ગૌતમની સમયસૂચકતા સૂચવતા કેટલાક પ્રસંગે આગમમાં ઉલિખિત છે. અન્યતીર્થિક સર્કદકનું આ ગમન ભગવાન પાસેથી સાંભળીને ઇન્દ્રભૂતિ તેની સામે જાય છે અને ભગવાન પાસે તેના આગમનનું કારણ અને તેના મનની શંકાઓ કહી આપે છે. આથી સ્કંદક પરિવ્રાજક ભગવાન પ્રત્યે શ્રદ્ધાળુ બની જાય છે.' ભગવાન મહાવીરના સંદેશવાહકનું કાર્ય બજાવતા પણ આપણે ઇન્દ્રભૂતિને આગમમાં જોઈએ છીએ. મહાશતકને મારાન્તિક સંલેખન વખતે પ્રાયશ્ચિત કરવાની ભગવાનની ભલામણ લઈને તેઓ જાય છે અને તેને જણાવે છે કે તે તારી પત્ની રેવતીને સત્ય છતાં કટુ વચન જે કહ્યું છે તેનું પ્રાયશ્ચિત્ત લેવું જરૂરી છે. ઈંદ્રભૂતિનું ગુણવર્ણન ભગવતી અને અન્યત્ર પણું એક સરખું જ છે અને તે આ પ્રમાણે છે – તે કાલે, તે સમયે, શ્રમણુ ભગવંત મહાવીરની પાસે (બહુ દૂર નહિ, બહુ નિકટ નહિ) ઊર્વ. જાન-ઉભડક રહેલા, અધઃશિર-નીચે નમેલ મુખવાળા અને ધ્યાનરૂપ કાષ્ઠમાં પ્રવિષ્ટ તેમના જયેષ્ઠ શિષ્ય ઇન્દ્રભૂતિ નામના અણગાર-સાધુ સંયમ વડે અને તપ વડે આત્માને ભાવતા વિહરે છે-રહે છે. જેઓ ગૌતમ ગોત્રવાળા, સાત હાથ ઊંચા, સમા રસ સંસ્થાનવાળા, વજઋષભ નારાય સંઘયણ ધરાવનાર, સેનાના કટકાની રેખા સમાન અને પકેસરે સમાને ધવલ વર્ણવાળા. ઉગ્રતપસ્વી, દીપ્તતપસ્વી, તખતપસ્વી મહાતપસ્વી, ઉદાર, ઘર, ઘેર ગુણવાળા, ઘોર તપવાળા, ઘોર બ્રહ્મચર્યમાં રહેવાના સ્વભાવવાળા, શરીરના સંસ્કારને ત્યજનાર, શરીરમાં રહેતી હોવાથી સંક્ષિપ્ત અને દૂરગામી હોવાથી વિપુલ એવી તેજલેશ્યાવાળા, ચૌદપૂર્વના જ્ઞાતા, ચાર જ્ઞાનવાળા અને સર્વાક્ષરસંનિપાતી છે.”૩ . વિદ્યમાન આગમ જોતાં જણાય છે કે, તેમાંના કેટલાકનું નિર્માણ ઈન્દ્રભૂતિ ગૌતમના પ્રશ્નોને જ આભારી છે. આવા આગમોમાં ઉવવાઈ સૂત્ર, રાયપણઈય, જંબદીપપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિને મૂકી શકાય અને ભગવતીસૂત્રને મોટો ભાગ ગૌતમ ઈન્દ્રભૂતિના પ્રશ્નોને આભારી છે એમ કહી શકાય. બાકીના આગમમાં પણ ગૌતમના પ્રશ્નને આભારી હોય એવું છૂટું છવાયું મળે છે. આગમમાં ઇન્દ્રભૂતિ ગૌતમ પછી બીજા નંબરે કોઈ પણ ગણધર સંબંધી વિશેષ હકીકત મળતી હોય તો તે આર્ય સુધર્મ વિશે છે; જો કે તેમના જીવનની ઘટનાઓને કશો જ ઉલ્લેખ આગમોમાં નથી એ સ્વીકારવું જોઈએ. માત્ર જે મળે છે તે એટલું જ કે જંબૂના પ્રશ્નના ઉત્તરમાં તેમણે અમુક આગમને અર્થ કહ્યો છે. પ્રશ્નબહુલ આગમ માત્ર ભગવતીસૂત્ર જ છે, તેમાં પણ ગૌતમ ઈન્દ્રભૂતિએ પૂછેલા પ્રશ્નોનું જ બાહ્ય છે. અને એ મોટું આશ્ચર્યું છે કે સુધર્માની પરંપરાને સંધ વિદ્યમાન હોવા છતાં અને પ્રસ્તુત આગમોની વાચના પરંપરાએ સુધર્માથી પ્રાપ્ત થઈ છે એવી માન્યતા હોવા છતાં, તેમજ કેટલાક આગમોની તે સ્વયં સુધર્માએ જ જંબુને પ્રથમ વાચના આપી છે એ બાબત તે તે આગમોથી ૧. ભગવતી શ, ૨ ૧ ૧ ૨. ઉપાશકદશાંગ અ૦ ૮, ૩, ભગવતી શતક ૧(વિદ્યાપીઠ, પ્રથમ ભાગ, પૃ૦ ૩૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy