SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૬o લાંબા કાળથી મને અનુસર્યો છે. હે ગૌતમ ! તું ઘણા લાંબા કાળથી મારી સાથે અનુકૂળપણે વર્યો છે. હે ગૌતમ ! અનેતર (તુરતના) દેવભવમાં અને સુરતના મનુષ્યભવમાં (એ પ્રમાણે તારી સાથે સંબંધ છે). વધારે શું ? પણ મરણ પછી શરીરને નાશ થયા બાદ અહીંથી ત્ર્યવી આપણે બનને સરખા, એકાર્થ (એકપ્રજનવાળા અથવા એક સિદ્ધિક્ષેત્રમાં રહેવાવાળા) વિશેષતા અને ભેદરહિત થઈશું.' આ પ્રસંગ વિશે ટીકાકાર અભયદેવને ખુલાસે છે કે પોતાના શિષ્ય કેવલજ્ઞાન પામ્યા છતાં ગૌતમને કેવળજ્ઞાન થયું નહિ, તેથી તેઓ ખિન હતા એટલે ભગવાને તેમને આ પ્રમાણે આશ્વાસન આપ્યું હતું. ગણધરના જે પ્રશ્નો મળે છે તે ઉપરથી એટલું તે જણાય છે કે, તેમને સ્વભાવ શંકા કરવાન હતા. ગૌતમ ઇન્દ્રભૂતિ તે ભગવાનને ઝીણું ઝીણું પ્રશ્નો પૂછીને ત્રણે લેકની હકીકત જાણવાને ઇન્તજાર છે, તેથી તેમના મોટા ભાગના પ્રશ્નોની પાછળ જિજ્ઞાસાનું તરવે છે. પણ કેટલાક એવા એવા પણ પશ્નો છે જેમાં તેમની જિજ્ઞાસા ઉપરાંત પૂરી ખાતરી થયા વિના કશું જ ન માનવાની તેમના સ્વભાવની ખાસિયત પણ જણાઇ આવે છે. આના ઉદાહરણ તરીકે આનન્દ શ્રાવકના અવધિજ્ઞાનને પ્રસંગ ટાંકી શકાય એવો છે. આનન્દ શ્રાવકને અમુક મર્યાદામાં અવધિજ્ઞાન થયું હતું તે જાણ્યા પછી પણ તેમણે કહ્યું કે ગૃહસ્થને અવધિજ્ઞાન થાય તે છે, પણ એટલું બધું નહિ; માટે તું આલોચના કર અને પ્રાયશ્ચિત સ્વીકાર. પણ આનન્દ તો ઊલટું તેમને જ કહ્યું કે આલોચના મારે નહિ પણ આપને જ કરવાની છે. ઇન્દ્રભૂતિ આ સાંભળીને શંકા, કાંક્ષા અને વિચિકિત્સામાં પડી ગયા અને ભગવાનને જઇને બધી હકીકત્ત જણાવી. ભગવાને તેમને કહ્યું કે આનંદે કહ્યું તે જ સાચું છે, તે તેરે તેમની માફી માગવી જોઈએ. ગૌતમ સરલ સ્વભાવને તે હતા જ એટલે તેમણે જઈને આનંદની માફી માંગી. કે આમાં ગૌતમની નમ્રતા પણ સ્કુટ થાય છે. તે જ પ્રકારે કોઈપણ પરતીર્થિકની વાત સાંભળીને તે ભગવાન પાસે આવે છે અને ખુલાસો મેળવે છે ત્યારે જ તેમને સંતોષ થાય છે. કેઈ નવી વાત પ્રત્યક્ષ થઈ હોય તે તેને પણ ખુલાસે તેઓ શીધ્ર મેળવી લે છે. આના ઉદાહરણ તરીકે દેવાનંદાના સ્તનમાંથી દૂધની ધારા વહ્યા પછી ગૌતમને એ વિશે પ્રશ્ન ટાંકી શકાય તેમ છે.' આગમમાં જેમ ગૌતમના ભ. મહાવીર સાથેના સંવાદોની નોંધ છે તેમ તેમના અન્ય સ્થવિરે સાથેના સંવાદોની પણ નોંધ મળી આવે છે. આના ઉદાહરણ તરીકે કેશી-ગૌતમ સંવાદને ટાંકી શકાય. તેમાં ગૌતમ કેશી શ્રમણને ભ. મહાવીર અને પાર્ષના શાસનભેદનું રહસ્ય સમજાવે છે અને છેવટે તેમને ભ, મહાવીરના શાસનમાં દીક્ષિત કરે છે.* સમર્થ જોયમ મા પમાયહ એ પ્રસિદ્ધ પદ્યાશવાળું અધ્યયન અત્યંત પ્રસિદ્ધ છે. તે ગૌતમને બહાને સર્વજનસાધારણને ભગવાને આપેલ અપ્રમાદના ઉપદેશને સુંદર નમૂને છે. ૧. ભગવતી અનુવાદ ૧૪. ૭. પૃ૦ ૩૫૪, ભા. ૩ ૨ઉપાસકદશાંગ બ. ૧, ૩. ઉપાશકદશા અ૦ ૧ ૪. ભગવતી ૨. ૫; ઇત્યાદિ પ. ભગવતી ૯.૩૩ ગુજરાતી અનુવાદ ભાગ ૩ પૃ. ૧૬૪ ૬. ઉત્તરાધ્યયન અ. ૨૩ ૭. ઉત્તરાયયન અ. ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy