SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯ ૧. અભયકુમારગણિ, ૨ ધનદેવગણિ, ૩ જિનભદ્રગિણિ, ૪ લક્ષ્મણગણિ અને ૫ વિબુધચંદ્ર એટલા મુનિઓ, અને ૧ શ્રીમહાનન્દી અને ૨ શ્રીમહત્તરા વીરમતી ગણિની એ સાધ્વીએ. આ ગ્રન્થને અને તેમણે તે જ પ્રશસ્તિ આપી છે જે બન્ધશતકવૃત્તિને અંતે આપી છે. માત્ર ઉપન્ય શેકમાં શતકવૃત્તિને સ્થાને “પ્રકૃતવૃત્તિ' એમ લખ્યું છે અને અંતિમ શ્લોક નવો ઉમેર્યો છે. જેમાં લેખનકાળ ૧૧૭૫ સં. આપવામાં આવ્યું છે. ૯. ગણધરને પરિચય આગામોમાં ગણધર વિશેની બહુ જ થોડી હકીકત મળે છે. સમવાયાંગસૂત્રમાં ગણધરોનાં નામો અને આયુ વિશેની છૂટી છવાઈ હકીકતો ઉપલબ્ધ થાય છે. કલ્પસૂત્રમાં ભગવાન મહાવીરનું જીવનચરિત્ર વર્ણિત છે, પણ તેમાંય ગણધરવાદની ગંધ સરખી નથી; ક૯૫સૂત્રની ટીકાઓમાં જે કે ગણધરવાદને પ્રસંગ વર્ણવવામાં આળ્યો છે. કલ્પસૂત્રમાં સ્થવિરાવલી ૨ પ્રસંગે કહ્યું છે કે ભગવાન મહાવીરને નવ ગણ અને અગિયાર ગણધરો હતા. તેના સ્પષ્ટીકરણમાં કલ્પસૂત્રમાં અગિયારે ગણધરોનાં નામો, ગે અને પ્રત્યેકના શિષ્યોની સંખ્યા નેધવામાં આવી છે. વળી એ ગણધરની યોગ્યતા વિશે જણાવવામાં આવ્યું છે કે બધા ગણધર દ્વાદશાંગી અને ચતુર્દશ પૂર્વના ધારક હતા. વળી એમ પણ જણાવ્યું છે કે બધા ગણધર રાજગૃહમાં મુક્ત થયા છે. તે બધામાંથી સ્થવિર ઇન્દ્રભૂતિ અને સુધર્મા સિવાયના નવ ગણધર ભગવાન મહાવીરની હયાતીમાં નિર્વાણ પામ્યા હતા. અત્યારે જે શ્રમણુસંધ છે તે આર્ય સુધર્માની પરંપરામાં છે. શેષ ગણધરોને પરિવાર વ્યછિન છે. સ્થવિર સુધર્માના શિષ્ય આર્ય જંબૂ થયા અને તેમના શિષ્ય આર્ય પ્રભવ–એમ આગળ સ્થવિરાવલીનું વર્ણન કરવામાં આવ્યું છે. બધા ગણધરો વિશે આટલી સામાન્ય હકીકતો ઉક્ત આગમમાં વર્ણવાયેલી મળે છે. કલ્પસૂત્રમાં પ્રધાન ગણધર ઇન્દ્રભૂતિ ગૌતમ વિશે જણાવ્યું છે કે, જે રાત્રે ભગવાન મહાવીરનું નિર્વાણ થયું તે જ રાત્રે ભગવાનને અંતેવાસી જ્યેષ્ઠ ગૌતમ ઇન્દ્રભૂતિ અણગારનું જ્ઞાત વિશેનું (ભગવાન મહાવીર વિશેનું) પ્રીતિબંધન તૂટી ગયું અને તેઓ કેવલ જ્ઞાનને પામ્યા.૫ અને એક ઠેકાણે એમ પણ કહ્યું છે કે ભગવાન મહાવીરના ઇન્દ્રભૂતિ પ્રમુખ ૧૪,૦૦૦ શ્રમણ હતા. આ ઉપરથી જણાય છે કે, બધા ગણધરોમાં ઇન્દ્રભૂતિ મુખ્ય હતા અને તેમને ભગવાન પ્રત્યે અપાર પ્રેમ હતો. ભગવાનની હયાતીમાં તેમને કેવળજ્ઞાન થયું ન હતું. આ વસ્તુનું સમર્થન ભગવતીસૂત્રના એક પ્રસંગથી પણ થાય છે. ભગવાન મહાવીર અને ઇન્દ્રભૂતિ ગૌતમને સંબંધ બહુ જ મીઠા હતા અને લાંબે પણ હતા તથા ગૌતમના સ્નેહ ભગવાન વિશે આપાર હતા એ બાબતને ઉલેખ “ભગવતી”ના એક સંવાદમાં આવે છે. ગૌતમને ભગવાન કહે છે કે હે ગૌતમ ! તું મારી સાથે ઘણા કાળથી સ્નેહથી બંધાયેલ છે. હે ગૌતમ ! તે ઘણા લાંબા કાળથી મારી પ્રશંસા કરી છે. હે ગૌતમ ! તારે મારી સાથે ધણાં લાંબા કાળથી પરિચય છે. હે ગૌતમ ! તે ધણા લાંબા કાળથી મારી સેવા કરી છે. હે ગૌતમ ! તું ધણ ૧. સમવાયાંગ-૧૧, ૭૪, ૭૮, ૯૨ ઇત્યાદિ ૨, ૩૯પસૂત્ર (ક૫લતા) પૃ૦ ૨૧૫ ૩. ક૯પસૂત્ર (ક૯૫લતા) પૃ૦ ૨૧૫ ૪. ક૯૫સૂત્ર પૃ૦ ૨૧૭ ૫, ૩૯૫સૂત્ર (ક૯૫લતા) સૂત્ર ૧૨૦ ૬, ક૯૫સૂત્ર સૂત્ર ૧૩૪ ૭, ભગવતી ૧૪, ૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy