SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ કરવામાં આવી છે અને તેને આધાર સિદ્ધષિની ઉપમિતિભવપ્રપંચકથા છે એમ આચાર્યે સ્પષ્ટ આ વૃત્તિનું નિર્માણ આચાર્યે વિક્રમ સં. ૧૧૭૭ ના શ્રાવણની પાંચમે રવિવારે પૂર્ણ કર્યાનો ઉલેખ પ્રથાંત કર્યો છે તે આ પ્રમાણે છે : "सप्तत्यधिकैकादशवर्षशतैर्विक्रमादतिकान्तः। निष्पन्ना वृत्तिरिय श्रावणर विपंचमीदिवसे ॥" વિશેષાવશ્યક ભાષ્યની વૃત્તિને અંતે તેને રચનાકાલ જણાવ્યું છે તે વિ. ૧૧૭૫ છે અને આ ગ્રન્થને રચનાકાળ વિ. ૧૧૭૭ નિર્દિષ્ટ છે, તેથી તેમણે પ્રથરચનાને જે ક્રમ જણાવ્યું છે અને તેમાં વિશેષાવશ્યકવૃત્તિને સૌથી અંતે જે મૂકી છે તેને બદલે આ ગ્રન્થને ક્રમમાં સૌથી અંતમાં સ્થાન મળવું જોઈએ. પણ તેમણે વિવેષાવસ્થવૃત્તિને અંતિમ કૃતિ તરીકે ગણાવી છે તેનું ખરું કારણ જાણવાનું કઈ સાધન નથી. વિવરણ સાથે ભવભાવના ગ્રન્થ શ્રી ઋષભદેવજી કેશરીમલજીની પેઢીએ રતલામથી પ્રસિદ્ધ કર્યો છે. (૯) નન્ટિટિપ્પણ આ ગ્રન્થની કોઈ પ્રતિ કયાંય નેધાઈ જણાતી નથી, તેથી તેની પ્રતિને ઉલ્લેખ જિનરત્નકેષમાં પણ મળતા નથી. શ્રી. દેસાઈએ પણ આ ગ્રન્થની પ્રતિ વિશે કશું જ નથી લખ્યું. ઘણે ભાગે આ ટિપ્પણ પણ આવશ્યકની જેમ આચાર્ય હરિભદ્રની નન્દિટીકા ઉપર હોવું જોઈએ. નંદિસૂત્રમાં પાંચ જ્ઞાનેની વિવેચના છે, એટલે આ ટિપણને વિષે પણ એ જ સમજવો જોઈએ. (૧૦) વિશેષાવશ્યકવિવરણ – એ બીજું કઈ નહિ પણું પ્રસ્તુત અનુવાદ જેને એક પ્રકરણને આધારે લખાય છે તે છે. આવશ્યકસૂત્રના સામાયિક અધ્યયન પૂરતું ભાષ્ય આચાર્ય જિનભદ્ર રચ્યું એ ભાષ્યની પત આ અનેક ટીકાઓ હતી. પણ આચાર્ય માલધારીની ટીકા રચાયા પછી એ બધી ટીકાએ અંધારામાં રહી ગઈ, એ જ કારણે આની અનેક ભંડારોમાં પ્રતિ ઉપલબ્ધ છે. આ ટીકા વિશદ અને સરલ છે, તથા દાર્શનિક વિષયોને અતિ ફુટ કરે છે એટલે બીજી ટીકા કરતાં આ ટીકાનું મહત્ત્વ વધી ગયું છે. બીજી ટીકાએ અતિ સંક્ષિપ્ત છે જયારે આ ટીકા સૌથી મોટી છે, તેથી આનું બહવૃત્તિ એવું સાર્થક નામ પ્રસિદ્ધ થયું છે, પણ ગ્રન્થકારે તે તેને વૃત્તિ જ કહી છે. વિક્રમ સંવત ૧૧૭૫ની કાર્તિક સુદિ પાંચમને જ આચાર્યો આ વૃત્તિને પૂર્ણ કરી છે. એનું પરિમાણ ૨૮.૦૨૦ શ્લેક જેટલું છે. યશવિજય ગ્રન્થમાલામાં એ પ્રકાશિત થઈ છે અને તેનું ગુજરાતી ભાષાન્તર આગમાદય સમિતિએ બે ભાગમાં પ્રસિદ્ધ કર્યું છે. આ વૃત્તિના લેખનકાર્યમાં જેમણે આચાર્ય માલધારીને સહાયતા કરી હતી તેમનાં નામોની નોંધ તેમણે ગ્રન્થાન્ત આપી છે તે આ પ્રમાણે છે– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy