SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ટિપ્પણુ છે. ટિપણુ છતાં એ સાવ નાને ગ્રથ નથી, પણ તેનું પરિમાણ ૪,૬૦૦ લેક જેટલું છે. આ ગ્રન્થ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકેદ્ધાર ફંડની પુસ્તકમાળાના ૫૩ મા પુષ્પરૂપે પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. આ ગ્રન્થમાં આચાર્ય હરિભદ્રની વૃત્તિમાં જ્યાં જ્યાં સ્પષ્ટીકરણની અપેક્ષા હતી ત્યાં આચાર્યું પિતાની પ્રાંજલશૈલીમાં વસ્તુને સ્કુટ કરવાનો પ્રયત્ન કર્યો છે. પ્રથમ શબ્દાર્થ આપીને પછી ભાવાર્થ આપવાની શૈલીએ આ ટિપ્પણુ રચ્યું છે. (૨) બન્ધશતકવૃત્તિ વિનયહિતા ઉક્ત વિશેષાવશ્યકટીકાને અંતે જેને ઉલેખ શતકવિવરણના નામે કર્યો છે તે જ આ બંધશત. કવૃત્તિ છે. શિવશર્મસૂરિએ શતક નામના કર્મગ્રંથની રચના કરી છે એમ વૃત્તિના પ્રારંભમાં સ્વયં આચાર્ય હેમચઢે કહ્યું છે અને કર્તાએ સ્વયં એ ગ્રન્થને બધશતક એવું નામ પ્રથમ ગાથામાં આપ્યું છે. કર્તાએ સ્વયં સ્વીકાર કર્યો છે કે એ ગ્રંથની રચના દૃષ્ટિવાદને આધારે કરવામાં આવી છે. એટલે એ મહત્ત્વ સિદ્ધ થાય છે. પ્રારંભમાં જણાવ્યા પ્રમાણે આ ગ્રન્થમાં ચોદ ગુણસ્થાન અને ચૌદ જીવસ્થાનમાં ઉપયોગ અને પેગો કેટલા છે, કયા ગુણસ્થાનમાં કયા બંધહેતુઓને કારણે બંધ થાય છે. ગુણસ્થાનમાં બંધ ઉદય અને ઉદીરણા કેટલી કર્મપ્રકૃતિઓની થાય છે, અમુક પ્રકૃતિના બંધ વખતે કઈ કઈ પ્રકૃતિને ઉદય અને ઉદીરણા હોય છે, બંધનાં પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ બંધ એ ચાર ભેદે આટલી બાબતને સંક્ષેપમાં વર્ણવવામાં આવી છે. આ ઉપરથી કહી શકાય કે આમાં કર્મશાસ્ત્રના મહત્ત્વના વિષયનું નિરૂપણ સંક્ષેપમાં કરવાની આચાર્યની પ્રતિજ્ઞા છે. આવા મહત્ત્વના સર્વગ્રાહી ગ્રન્થની વિનયહિતા નામની વૃત્તિ આચાર્ય હેમચંદ્ર કરીને આ ગ્રન્થને સુપઠ બનાવી દીધો છે. આમાં મૂળમાં (ગા૯) તે ચૌદ ગુણ સ્થાનોનાં નામ માત્ર પણ પૂરાં આયાં નથી, જ્યારે આચાર્યો એ ચૌદે ગુણસ્થાનોનું મનોરમ નિરૂપણ ટીકામાં કર્યું છે. એ જ પ્રકારે જ્યાં જ્યાં વિશેષ વિવરણ અપેક્ષિત હતું ત્યાં ત્યાં આચાર્યે વિના સંકોચે વિસ્તારથી વિવરણ કર્યું છે. એ આખા વિવરણ ઉપરથી જણાય છે કે, કર્મશાસ્ત્ર જેવા અતિ ગહન ગણાતા વિષયને પણ તેઓ અત્યંત સરળતાથી રજૂ કરી શકે છે. એથી સિદ્ધ થાય છે કે, તેઓ એ વિષયના નિષ્ણાત હતા. મળની માત્ર ૧૦૬ જેટલી ગાથાઓના વિવરણમાં તેમણે ૩,૭૪૦ લેક પ્રમાણ વૃત્તિની રચના કરી છે. આ ગ્રન્થના અંતે જે પ્રશસ્તિ છે તે મહત્વની હેવાથી અહીં આપવી ઉચિત ધારું છું : श्रीप्रश्नवाहनकुलाम्बुनिधिप्रसूतः क्षोणीतलप्रथितकीर्तिरुदीर्णशाखः । विश्वप्रसाधितविकल्पितवस्तुरुश्चश्छायाश्रितप्रचुरनिर्वृतभव्यजन्तुः ॥१॥ ज्ञानादिकुसुमनिचितः फलितः श्रीमन्मुनीन्द्रफलवृन्दैः । कल्पद्रम इव गच्छः श्रीहर्ष पुरीयनामास्ति ।। २ ।। एतस्मिन् गुणरत्नरोहणगिरिर्गाम्मीर्यपाथोनिधिस्तुङ्गत्वप्रकृतिक्षमाधरपतिः सौम्यत्वतारापतिः ।। सम्यग्ज्ञानविशुद्धसयमतपःस्वाचारचर्यानिधिः शान्तः श्रीजयसिंहसूरिरभवन्निःसगचूडामणिः ।।३।। रत्नाकरादिवतस्माच्छिष्यरत्न बभूव तत् । स वागीशोऽपि नो मन्ये यद्गुणग्रहणे प्रभुः ।।४।। श्रीवीरदेवविबुधैः सन्मन्त्राद्यतिशयप्रचुरतोयैः । द्रुम इव यः स सिक्तः कस्तद्गुणकीर्तने विबुधः ।।५।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy