SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩ દ્વીપનો માર્ગ બતાવી દીધું છે અને એ તે ભણી યાત્રા કરવા માટે આગળ વધી રહ્યો છે. એટલું જ નહિ, પણ તેણે તો પોતાના આદર્શને માનનારા બીજાઓને પણ તે યાત્રામાં સાથે લીધા છે; તે તે આપણું આ સંસારનાટકને સમાપ્ત ન કરી દે એટલા માટે તેની પાછળ દોડે. એમ કહીને તે દુબુદ્ધિ-નાવમાં ચડી બેઠો અને તેના સાથીઓ કુવાસના- નૌકાવૃન્દમાં ચડી બેઠા અને મારી નૌકા સમીપ આવી ગયા. પછી તે આ સુરી અને દેવીવૃત્તિઓનું યુદ્ધ શરૂ થયું તે પ્રસંગે સદ્દભાવના-મંજૂષાનાં અંગોને જર્જરિત કરી દીધાં એટલે તે મહાપુરુષના ઉપદેશને અનુસરીને એ મંજૂષાનાં નૂતન અંગેનું નિર્માણ કરવાનો સંકલ્પ કરીને પ્રથમ મેં (૧) આવશ્યક ટિપ્પનનું નવું પાટિયું એ મંજૂષામાં જડી દીધું અને પછી ક્રમે નવાં નવાં મંજૂષાનાં અંગો જે જડી દીધાં છે તે આ છે–(૨) શતકવિવરણ, (૩) અનુગદ્વારવૃત્તિ, (૪) ઉપદેશમાલાસૂત્ર, (૫) ઉપદેશમાલાવૃત્તિ, (૬) જીવસમાસવિવરણ, (૭) ભવભાવના સૂત્ર, (૮) ભવભાવના વિવરણ, (૯) નિિટપણ, (૧૦) વિશેષાવશ્યક-વિવરણ (વિશેષાવશ્યકભાષ્ય-બુહદ્દત્તિ). આ ઉપરથી એમ જણાય છે કે આચાર્યો મલધારી હેમચંદ્ર પોતાના ગુરુની આજ્ઞાથી ઉક્ત દશ ચર્થો લખ્યા હતા અને લખવામાં તેમને પ્રધાને ઉદ્દેશ પોતાના શુભાવ્યવસાયને ટકાવી રાખવા એ હતા અને ગૌણ ઉદ્દેશ એ હતો કે તેમના ગ્રન્થને વાંચીને બીજા પણ મોક્ષમાર્ગની શુદ્ધિ કરી શિવનગરીમાં પ્રયાણ કરે. તેમના ગ્રન્થમાં જૈન સિદ્ધાન્તપ્રસિદ્ધ ચારે અન્યોને સમાવેશ થઈ જાય છે. જૈન ધર્મને આચાર અને જૈન દર્શનનો વિચાર એ બને ક્ષેત્રને તેમના ગળે આવરી લે છે. વિદભાગ્ય પ્રા તેમણે લખ્યા છે, એટલું જ નહિ, પણ સામાન્ય જનતાને તેમની ભાષામાં સમજ પડે એવા ગ્રન્થા પણ તેમણે લખ્યા છે; એટલે કે સંસ્કૃત અને પ્રાકૃત બને ભાષામાં તેમણે પ્રથરચના કરી છે. અનુયે ગદ્દારવૃત્તિ અને વિશેષાવશ્યક ભાષ્યવૃત્તિ જેવા ગંભીર ગ્રન્થનું નિર્માણ તેમણે કર્યું છે અને સાથે જ ઉપદેશમાલા અને ભવભાવના જેવા લેકભોગ્ય પ્રથાનું સ્વપજ્ઞ ટીકા સાથે નિર્માણ કર્યું છે. વિસ્તારની દૃષ્ટિએ જોઈએ તો તેમના ઉપલબ્ધ ગ્રન્થનું પરિમાણ પણે લાખ શ્લેકથી અધિક છે. બધા ગ્રન્થ વિષયદષ્ટિએ પ્રાયઃ સ્વતંત્ર છે તેથી પુનરાવૃત્તિને પણ વિશેષ અવકાશ નથી રહેતો. એટલે આચાર્યની લેખનપ્રવૃત્તિ સતત ચાલી હશે એમ જ માનવું રહ્યું. ૧૧૬૪ માં તેમને છઠ્ઠો ગ્રન્થ લખા અને ૧૧૭૭ માં અંતિમ, એટલે અનુમાન થઈ શકે કે તેમનું સાક્ષરજીવન પચીસ વર્ષ તે લંબાયું હશે જ. (૧) આવશ્યકટિપ્પન ઉપર જણાવ્યા પ્રમાણે વિશેષાવષ્યકભાષ્યવિવરણના અંતે અને આ પ્રથના પ્રારંભમાં આ ગ્રન્થનું નામ સ્વયં માલધારીએ “આવશ્યકટિપન” સૂચિત કર્યું છે, છતાં આનું પૂરું અને સાર્થક નામ તે આવશ્યકવૃત્તિપ્રદેશ૦થાખ્યાનક છે, જેની સૂચના તેમણે આ ગ્રન્થની અંતિમ પ્રશસ્તિમાં આપી છે. તે એટલા માટે કે આ ગ્રન્થ આચાર્ય હરિભદ્ર રચેલા આવશ્યક સૂત્રની લઘુત્તિના અંશોનું ૨. “લેવાયાવયવિષ દિપૂનમë વ”િ ૨. શ્રીમદ્મફેવરિજરાખ્યુનત્તરી श्री हेमचन्द्रसूरिविरचितमावश्यकवृत्तिप्रदेशव्याख्यानकं समाप्तम् । Jain Education International Jain Education International For Private & Personal use only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy