SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ પર મલધારીના સ્વર્ગવાસને ઘણાં વર્ષ વીતી ગયાં હતાં. એટલે ગુરુ અભયદેવના મૃત્યુસ. ૧૧૬૮થી તેએ આયાય પદે આવ્યા અને લગભગ ૧૧૮૦ સુધી તે પદને શોભાવ્યું' એમ માનીએ તે! તેમાં અસંગતિ નથી, કારણુ કે તેમના ગ્રન્થાતે આવતી પ્રશસ્તિમાં સં. ૧૧૭૭ પછીનાં વર્ષોના ઉલ્લેખ નથી. આચાર્ય હેમચંદ્રના સ્વહસ્તે લખાયેલી જીવસમાસની વૃત્તિની પ્રતિના અંતે તેમણે પોતાને જે પરિચય આપ્યા છે તેમાં તેમણે પેાતાના યમનિયમ–સ્વાધ્યાય-ધ્યાનના અનુષ્ઠાનમાં રત અને પરમ નૈષ્ઠિક અદ્વિતીય પંડિત શ્વેતામ્બરાચાર્ય ભટ્ટારક તરીકે પરિચય આવ્યેા છે. આ પ્રતિ તેમણે સ. ૧૧૬૪માં લખી છે-એ પ્રશસ્તિ આ પ્રમાણે છે. मन्था ६६२७ । संवत् ९१६४ चैत्र सुदि ४ सोमेऽद्ये श्रीमदणहिलपाट के समस्त राजावलिविराजितमहाराजाधिराज - परमेश्वर - श्रीमज्जयसिंहदेव कल्य णविजयाज्थे एवं काले प्रवर्तमाने यमनियमस्वाध्यायध्यानानुष्ठानरतपरमनैष्ठिकपडित श्वेताम्बराचार्य - भट्टारक श्री हेमचन्द्राचार्येण पुस्तिका लि० श्री. —શ્રી શાંતિનાથ જ્ઞાનભંડારની પ્રતિ-શ્રીપ્રશસ્તિસંગ્રહ-અમદાવાદ-પૃ૦ ૪૯ ૮. આચાર્ય મલધારી હેમચન્દ્રના ગ્રન્થા વિશેષાવશ્યકભાષ્ય-વિવરણુ જેના આધારે ગણધરવાદના પ્રસ્તુત અનુવાદ કરવામાં આવ્યે છે તેના અંતમાં આચાર્યે કયા ઉદ્દેશથી કયે ક્રમે ગ્રન્થાની રચના કરી છે તેના એક આધ્યાત્મિક રૂપકમાં નિર્દેશ કર્યાં છે. એ રૂપકના સાર આ પ્રમાણે છે જન્મ-જરા-આદિ દુ:ખાથી પરિપૂર્ણ સંસારસમુદ્રમાં ડૂબેલા હું હતા એવામાં એક મહાપુરુષે મને સ ંસારસમુદ્રને તરી જવા માટે સમ્યગૂદન-જ્ઞાન-ચરિત્રરૂપ મહતી નૌકામાં બેસાડી દીધા જેથી હું તેની સહાયથી શિવરત્નદ્વીપ—મેાક્ષને સહજમાં પ્રાપ્ત કરી શકુ નૌકામાં બેસાડયા પછી એ મહાપુરુષે સદ્ભાવનાની મંજૂષામાં મૂકીને શુભ મનારૂપ એક મહાન રત્ન દીધું, અને કહ્યું કે જ્યાંસુધી એ શુમ મનની તુ રક્ષા કરી શકીશ ત્યાંસુધી તારી નૌકા સુરક્ષિત રીતે આગળ વધીને નિર્વિઘ્નપણે તને યથેષ્ટ સ્થાને લઈ જશે, પણ જો એ શુભ મનની રક્ષા નહિ કરી શકે તે! તારી નૌકા ભગ્ન થઈ જશે. વળી તારી પાસે એ શુભ મનેારૂપ રત્ન છે એટલે જ મેાહરાજના સૈનિક ચેારા તારી પાછળ એની ચેરી કરવા માટે લાગશે ત્યારે સદ્ભાવના-મંજૂષાનાં પાટિયાં ભાંગવાને પણ સભવ છે. તે વખતે તે મંજૂષાનાં નવાં અંગે કેવી રીતે ગાઢવી દઈને તે મંજૂષાને સુરક્ષિત બનાવવી તે પણુ સદ્ગુરુદેવે મને સમજાવી દીધું અને થેાડે સુધી મારી સાથે નૌકાવિહાર કરીને તેએ અંતર્ધાન થઈ ગયા. આ વાતની ખબર પ્રમાદનગરીમાં રહેનાર મેહરાજને પડી એટલે તેણે પેાતાના સૈન્યને સાવધાન કરી દીધું કે આપણા વૈરીએ અમુક સ સારી જીવને શિવરત્ન ३. श्रीहेमचन्द्र इति सूरिरभूदमुष्य शिष्यः शिरोमणिरशेष मुनीश्वरागाम् । यस्याधुनापि चरितानि शरच्छशांकच्छायोज्ज्वलानि विलसन्ति दिशां मुखेषु ॥ १३ ॥ જુએ પાટણ ભંડાર ગ્રન્થ સૂચિ-પૃ૦ ૩૧૩, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy